રમકડા ક્ષેત્રમાં દેશની તાકાત છુપાયેલી છેઃ વડાપ્રધાન મોદી
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત ખિલૌના મેળા( ધ ઇન્ડિયા ટોય ફેયર ૨૦૨૧)નું વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ધાટન કર્યું હતું આત્મનિર્ભર ભારત અભિયાનમાં વોકલ ફોર લોકલ હેઠળ દેશના રમકડા નિર્માણનું વૈશ્વિક હબ બનાવવાના હેતુથી શિક્ષા મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને કાપડ મંત્રાલયે મળી તેનું આયોજન કરી રહ્યાં છે. ભારત રમકડા મેળા માટે અત્યાર સુધી ૧૦ લાખથી વધુ રજિસ્ટ્રેશન થઇ ચુકયુ છે.
ઉદ્ધાટન પ્રસંગે વડાપ્રધાને કહ્યું કે તમારી બધા સાથે વાત કરી એ માહિતી મળે છે કે આપણા દેશનું કમકડા ઉદ્યોગમાં કેટલી મોટી તાાત છુપાયેલી છે આ તાકાતને વધારો તેની ઓળખ વધારો આત્મનિર્ભર ભારત અભિયાનનો ખુબ મોટો હિસ્સો છે.તેમણે કહ્યું કે પહેલો રમકડા મેળો ફકત એક વ્યપારિક કે આર્થિક કાર્યક્રમ માત્ર નથી આ કાર્યક્રમ દેશની સદીઓ જુની રમત અને ઉલ્લાસની સંસ્કૃતિને મજબુત કરવાની એક કડી છે.
વડાપ્રધાને કહ્યું કે સિંધુઘાટી સભ્યતા મોહનજાે દારો અને હડપ્પાના દૌરના રમકડા પુરી દુનિયાએ રિસર્ચ કર્યા છે પ્રાચીન કાળમાં દુનિયાના યાત્રા જયારે ભારત આવતા હતાં તો ભારતમાં ખેલોને શિખતા પણ હતાં અને પોતાની સાથે લઇને પણ જતા હતાં. તેમણે કહ્યું કે આજે જે શતરંજ દુનિયામાં આટલી લોકપ્રિય છે તે પહેલા ચતુરંગ કે ચાદુરંગાના રૂપમાં ભારતમાં રમાતી હતી આધુનિક લુડો ત્યારે પચ્ચીસીના રૂપમાં રમાતી હતી આપણા ધર્મગ્રંથોમાં પણ બાલ રામ માટે અલગ અલગ અનેક રમકડાના વર્ણન મળે છે.
વડાપ્રધાને કહ્યું કે જે રીતે ભારતીય જીવનશૈલીનો હિસ્સો રહ્યો છે તે આપણા રમકડામાં પણ જાેવા મળે છે મોટાભાગે ભારતીય રમકડા પ્રાકૃતિક અને ઇકો ફ્રેંડલી વસ્તુથી બને છે તેમાં ઉપયોગ થનાર રંગ પણ પ્રાકૃતિક અને સુરક્ષિત હોય છે આજે પણ ભારતીય રમકડા આધુનિક ફેંસી રમકડાની સરખામણીમાં ખુબ સરલ અને સસ્તા હોય છે. સામાજિક ભૌગોલિક પરિવેશથી પણ જાેડાયેલા હોય છે.
મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરે પોતાની કવિતામાં કહ્યું એક રમકડુ બાળકોને ખુશીની અનંત દુનિયામાં લઇ જાય છે રમકડાનો એક એક રંગ બાળકના જીવનમાં અનેક રંગ વિખેરી દે છે. વડાપ્રધાને કહ્યું કે આજે રમકડા મેળાના આ પ્રસંગ પર આપણા બધાની જવાબદારી છે કે આપણે આ ઉર્જાને આધુનિક અવસર આપીએ આ સંભાવનાઓે સાકાર કરે જાે આજે મેડ ઇન ઇન્ડિયાની ડિમાંડ છે તો આજે હૈંડ મેડ ઇન ઇન્ડિયાની ડિમાંડ પણ આટલી જ વધી રહી છે.