Western Times News

Gujarati News

રમઝાન મહિનામાં પિતાને મિસ કરી રહી છે Hina Khan

મુંબઇ, ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓમાંથી એક હિના ખાન પોતાના દિવંગત પિતાને ખૂબ યાદ કરી રહી છે. બુધવારના રોજ તેણે પોતાની પિતા અસલમ ખાન સાથેની તસવીરોનો એક Collage સોશિયલ મીડિયા સાઈટ Instagram પર શેર કર્યો હતો.

આ કોલાજની સાથે લખ્યુ હતું, Daddy`s Strong Girl. હિના ખાને આ ફોટો સાથે કેપ્શનમાં લખ્યું કે, મિસિંગ યું. આ સાથે જ તેણે તૂટેલા દિલની ઈમોજી પણ મૂકી છે. આ સ્ટોરી પહેલા હિના ખાને બે માર્મિક અને ભાવુક કરનારી સ્ટોરી મૂકી છે.

એક પોસ્ટમાં હિના ખાને ફોટો શેર કર્યો છે જેમાં લખ્યું છે કે ઈશ્વરને ખબર છે કે વ્યક્તિ થાકી ગઈ છે, પરંતુ તે એ જ લોકોને સમસ્યાઓ આપે છે જે તેનો સામનો કરવા માટે સક્ષમ હોય. અન્ય એક પોસ્ટમાં તેણે વૃક્ષનું ઉદાહરણ આપતાં કહ્યું કે, વૃક્ષ પરથી રોજ પાંદડા ખરે છે, પરંતુ તેમ છતાં વૃક્ષ વધુ સારા દિવસોની આશામાં ટટ્ટાર ઉભું રહે છે.

નોંધનીય છે કે હિના ખાનનું પિતા સાથે ઘણું સારું બોન્ડિંગ હતું. રમઝાનના મહિનાની જ વાત કરીએ તો પિતા-પુત્રી સેહરીના સમયે ઉઠીને વાતચીત કરતા હતા અને તેમના મજાના ફની વીડિયો અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર શેર પણ કરતી હતી. તે પિતા સાથે ફેન્સ વિશે, ફ્રિજની સફાઈ બાબતે, તેમણે કરેલી ગંદકી માતા ઉઠીને જાેશે તો તેમની શું પ્રતિક્રિયા હશે વગેરે વાતો કરતી હતી અને આ તમામ વાતો રેકોર્ડ કરીને ફેન્સ સાથે શેર પણ કરતી હતી.

લોકડાઉન દરમિયાન પણ હિના ખાને પિતા સાથે મળીને લોકો માટે મનોરંજનની સાથે જાગૃતિ ફેલાવતાં વીડિયો બનાવ્યા હતા.

શાકભાજી કઈ રીતે ધોવી, ઘરે જ માસ્ક કેવી રીતે બનાવવા, વિવિધ રેસિપી, વગેરે વીડિયો શેર કરીને હિના ખાન તેના ફેન્સને મનોરંજન પૂરું પાડતી હતી. હિના ખાન અત્યારે પણ ઘણી વાર ફેન્સ સમક્ષ પોતાની પીડા વ્યક્ત કરે છે. તે ઘણીવાર ઉલ્લેખ કરે છે કે તે પિતાને મિસ કરે છે.

તાજેતરમાં જ હિના ખાન Dubai ગઈ હતી અને ત્યાં તેણે Miracle Gardenની મુલાકાત લીધી હતી. તેણે ત્યાંની તસવીરો અને વીડિયો શેર કર્યા હતા અને જણાવ્યુ હતું કે, તે અહીં એટલા માટે આવી છે કારણકે તેના પિતા ઘણીવાર આ સ્થળનો ઉલ્લેખ કરતા હતા.

ઉલ્લેખનીય છે કે ૨૦ એપ્રિલ ૨૦૨૧ના રોજ પિતાનું એકાએક નિધન થઈ જતાં હિના ખાન સોશિયલ મીડિયા પરથી ગાયબ થઈ ગઈ હતી. વર્કફ્રંટની વાત કરીએ તો હિના ખાન મ્યુઝિક વીડિયો, ફોટોશૂટ અને ઓટીટી પ્રોજેક્ટ્‌સમાં વ્યસ્ત છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.