રમણ-દશરથ પટેલ સહિત ૪ને જેલમાં મોકલી અપાયા
અમદાવાદ, પુત્રવધૂની હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ નોંધાયેલા ગુનામાં પોપ્યુલર બિલ્ડરના રમણ, દશરથ પટેલ સહિત ચાર આરોપીઓના વધુ બે દિવસના રિમાન્ડ પુરા થતા સાબરમતી જેલમાં મોકલી આપ્યા છે. વસ્ત્રાપુર પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વાપરેલ વિડીયો કેમેરા, દસ્તાવેજો સહિતની વસ્તઓ રિકવર કરી શકયા નથી. રમણ પટેલ સહિત ચારેય આરોપીઓ હવે ગ્રામ્ય કોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરશે. પોપ્યુલર બિલ્ડર રમણ,મૌનાંગ, દશરથ,વિરેન્દ્ર પટેલના વધુ બે દિવસના રિમાન્ડ આજે પુરા થતા તેમને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ચારેય આરોપીઓએને પોલીસ વિરુધ્ધ કોઈ ફરિયાદ અંગે પુછપરછ કરી હતી.ચારેય આરોપીએ પોલીસ વિરુધ્ધ ફરિયાદ નહીં હોવાનું કહ્યુ હતુ. બાદમાં ચારેય આરોપીને સાબરમતી જેલમાં મોકલી આપ્યા છે.પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વાપરેલ વિડીયો કેમેરો, ભોગ બનેલી ફીઝુના બનાવેલ દસ્તાવેજો, પૌત્રીને મિલ્કતમાંથી દખલ કરવાના દસ્તાવેજો અને ગુનામાં સામેલ આરોપીઓની માહિતી મેળવા માટે રિમાન્ડ મેળવ્યા હતા.જો કે, પોલીસે બે દિવસના રિમાન્ડ દરમ્યાન કોઈ મહત્વના દસ્તાવેજો કબજે કર્યા નહોતા. માત્ર ચારેય આરોપીઓને સાથે રાખીને સિન્ધુ ભવનની ઓફિસ અને રમણ પટેલના બંગલામાં સર્ચ કરીને સંતોષ માન્યો હતો.SSS