રમતા બાળકોને રોકવા માટે માલિકે બાળકો પર કૂતરો છોડ્યો
વડોદરા: વડોદરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરનાં આરવી દેસાઇ રોડ પર આવેલી ગોયાગેટ સોસાયટીનાં શક્તિ એપાર્ટમેન્ટમાં નીચે કેટલાક બાળકો ફટાકડા ફોડી રહ્યાં હતા. ઘર આંગળે રમતા બાળકોને રોકવા માટે ઘર માલિકે બાળકો પર કૂતરો છોડી મૂક્યો હતો આ સાથે બાળકોને લાકડી લઇને મારવા આવ્યા હતા. આ બધા જ દ્રશ્યો સીસીટીવમાં કેદ થઇ ગયા છે. માલિકની દાદાગીરી સામે એપાર્ટમેન્ટનાં રહીશો ગુસ્સે ભરાયા હતા જે બાદ માલિક વિરુદ્ધ નવાપુરા પોલીસમાં આ અંગે રજૂઆત કરી હતી.
નોંધનીય છે કે, આ ઘટના દેવદિવાળીના રોજ બની હતી. અંગે મળતી માહિતી પ્રમાણે, વડોદરા શહેરના આરવી દેસાઈ રોડ નજીકની ગોયાગેટ સોસાયટીના શક્તિ એપાર્ટમેન્ટમાં રહેતા બાળકો દેવ દિવાળીના દિવસે ઘરની બહાર ફટાકડા ફોડીને રમી રહ્યા હતા. જેથી બંગલાના માલિકે બાળકો પર કૂતરો છોડી મૂકયો હતો તેમજ બંગલા માલિકનો દીકરો બાળકોને લાકડી લઇ મારવા દોડ્યો હતો. આ ઘટના બાદ એપાર્ટમેન્ટમાં રહેતા બાળકો અને વાલીઓમાં બંગલા માલિક સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો. વાલીઓ બાળકો સાથે નવાપુરા પોલીસ મથકે પહોંચ્યા હતા અને બંગલા માલિક વિરૂદ્ધ રજૂઆત કરી સીસીટીવી ફૂટેજ પોલીસને આપ્યા હતા.
આ તમામ ઘટના સીસીટીવીમા કેદ થઇ ગઇ છે. સીસીટીવી ફુટેજમાં એપાર્ટમેન્ટ નજીક રમી રહેલા બાળક ઉપર છોડવામાં આવેલા કુતરાના દ્રશ્યો કેદ થયા હતા. આ સાથે બાળકોને લાકડી લઇ મારવા દોડેલા બંગલા માલિકના પુત્રના ફૂટેજ પણ કેદ થયા હતા. સોસાયટીમાં ગભરાયેલા બાળકો એક સ્થળે ભેગા થયા હતા. બંગલા માલિક સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે. નવાપુરા પોલીસે એપાર્ટમેન્ટના રહીશો દ્વારા આપવામાં આવેલ સીસીટીવી અને રજૂઆતને ધ્યાનમાં રાખી કૂતરો છોડી મૂકનાર બંગલા માલિક કાર્યવાહીની તજવીજ શરૂ કરી છે.