રમતો દ્ધારા મિત્રતા વધે છે -મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ
નવાગામ મુકામે વોલીબોલ સ્પર્ધા યોજાઈ
ખેડા જિલ્લાના નવાગામ મૂકામે વેરાઈ મિત્ર મંડળ દ્ધારા આયોજીત વોલીબોલ સ્પર્ધાને ખુલ્લી મુકતા ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ કેબિનેટ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણએ જણાવ્યુ હતું કે, રમતો દ્ધારા ખેલાડીઓમાં મિત્રતા કેળવાઈ છે. દેશની એકતામાં રમતોનો ખુબ મહત્વનો ભાગ રહ્યો છે. આ સ્પર્ધામાં અમદાવાદ, રાજકોટ, ભાવનગર, ખેડા, આણંદ, ધોળકાની ૬૦ જેટલી વોલીબોલની ટીમોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે ગ્રામ પંચાયતના સરપંચશ્રી, સ્પર્ધક ટીમો સહીત મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.