રમત-ગમત માટેની રકમમાં ૩૦૦ કરોડનો જંગી વધારો

નવી દિલ્હી, નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે રજૂ કરાયેલા બજેટમાં રમત ગમત માટે ફાળવવામાં આવતી રકમમાં ૩૦૦ કરોડ રુપિયાનો જંગી વધારો કરવામાં આવ્યો છે. જાેકે સાથે સાથે નહેરુ યુવા સંગઠન કેન્દ્ર તેમજ રાજીવ ગાંધી રાષ્ટ્રીય યુવા વિકાસ સંસ્થાનના બજેટમાં કાપ મુકવામાં આવ્યો છે.
નહેરુ યુવા સંગઠન કેન્દ્રનુ બજેટ ૩૬૪ કરોડથી ઘટાડીને ૩૨૫ કરોડ કરાયુ છે.બીજી તરફ રાજીવ ગાંધી રાષ્ટ્રીય યુવા વિકાસ સંસ્થાનનુ બજેટ પણ ૨૫ કરોડ રુપિયાથી ઘટાડીને ૨૪ કરોડ રુપિયા કરવામાં આવ્યુ છે. નહેરુ યુવા સંગઠન કેન્દ્ર હેઠળ ગ્રામ્ય વિસ્તારના યુવાનો માટે સ્કિલ ડેવલપમેન્ટના પ્રોજે્કટ ચલાવાય છે.
આ વખતે રમત ગમતના બજેટમાં કોમનવેલ્થ ગેમ્સ સાથેના બજેટમાં પણ કાપ મુકાયો છે.આ વખતે તેનુ બજેટ ૩૦ કરોડ રખાયુ છે અને તે પહેલા ૧૦૦ કરોડ રુપિયા હતુ.SSS