રમૂજ જીવનને સરળ બનાવે છે
“સ્વરૂપવાન સ્ત્રીએ એડમંડ હિલેરીને કહયું સર એડમંડ ! કમાલ છે ! મને તો એવો ખ્યાલ હતો કે તમે તો મરી ગયા છો ! : ઘણીવાર ડહાપણ ફકત એક આદત હોય છે, અને ગાંડપણ સુયોજિત અને મર્યાદા બધ્ધ હોય છે !” |
“સર એડમંડ હિલેરીનું નામ બધા જ જાણે છે. જે વિશ્વવિખ્યાત પર્વતારોહી અને જેમણે તેન્ઝિંગ નોર્ગેશેરપા સાથે ૧૯પ૩ માં માઉન્ટ એવરેસ્ટ પર ચડીને વિશ્વના સૌથી ઉંચા પર્વતને ‘પરાજિત’ કર્યો હતો ! એકવાર હિલેરી વિમાનમં મેલબોર્ન જઈ રહયા હતા અને એક સ્વરૂપવાન સ્ત્રીથી સાક્ષાત્કાર થઈ ગયો. કંઈક વાત થઈ ત્યારે હિલેરીએ પોતાનું નામ કહયું. સ્વરૂપવાન સ્ત્રીને અત્યંત આશ્ચર્ય થયું, એણે અત્યંત સુંદર રીતે પૂછયું સર એડમંડ ! કમાલ છે ! … હું તો તમારા વિષે ઈતિહાસની ચોપડીઓમાં ભણી છું ! મને તો એવો ખ્યાલ હતો કે તમે તો મરી ગયા છો ! હાઉ ફની ?…. મરવું પણ એટલું સહેલું છે ?… એક બીજા દાખલો… ‘ન્યુ સ્ટ્રેઈટ્રસ ટાઈમ્સ’ નામનું છાપું મલેશિયાના કુઆલામ્પુર શહેરમાંથી પ્રકટ થાય છે.
એમાં એક અહેવાલ આવ્યો હતો જે આ પ્રમાણે હતો. ‘મુનીર મોહિયુદ્દીન નામનો ૬પ વર્ષનો એક મલાયિ જેને દમ થઈ ગયો હતો અને એ સતત હાંફતો રહેતો હતો, અને ખાંસતો રહેતો હતો. અંતે એક દિવસ એ મરી ગયો ! ખાંસી બંધ થઈ ગઈ. એની પત્ની, આઠ બાળકો અને પાડોશીઓએ જાયું, એની નાડી બંધ પડી રહી હતી, શરીર ઠરી રહયું હતું, ખાંસી અટકી ગઈ હતી. છેવટે એની અંતિમ વિધિ કરવામાં આવી. ચારેક કલાક પછી જ્યાં એ વિધિઓ સમાપ્ત થઈ અને પાડોશીઓએ કબ્રસ્તાન લઈ જવા માટે એને ઘરની બહાર કાઢયો ત્યાંજ મુનીર મોહિયુદ્દીન ખાંસી ખાતો બેઠો થઈ ગયો !!… આ છે રમૂજ ! રમૂજ જીવનનું શોક- એબ્ઝોર્બર છે. એ જીવનને સરળ બનાવે છે.
બહારથી સજ્જન અને અંદરથી દુર્જન એ જાકરનો એક પ્રકાર છે ! બીજા પ્રકાર છે બહારથી દુર્જન પણ અંદરથી સજ્જન. ઘણીવાર ડહાપણ ફકત એક આદત હોય છે, અને ગાંડપણ સુયોજિત અને મર્યાદાબધ્ધ હોય છે ! રાજકપુર જાકરનો આદર્શ નમૂનો છે. પણ એણે ગાંડાઘેલાં કાઢીને જીવનનાં સત્યો પાથરી દીધાં ! જગતના માર્ગો આપણે માટે સુંવાળા થવાના નથી એ ઉબડખાબડ જ રહેવાના છે, ઠોકરો લાગશે, ધક્કા આવશે, માનહાનિ થશે, અપમાનબોધ થશે ! આપણી પાસે એક જ સાધન છે, એને શસ્ત્ર નહીં પણ કવચ કે શિરત્રાણ બનાવીને પહેરીને જીવી લેવું પડશે. અને એ છેઃ રમૂજ ! ઉપરના બે દાખલાઓ એ સાચી રમૂજના દાખલા છે.
આ વાત પણ ભૂલાઈ નથી તે ‘અમદાવાદના જશુ પટેલ કાનપુરમાં ઓસ્ટ્રેલિયનો સામે સ્પિન બોલિંગ કરતા હતા અને ઓસ્ટ્રેલિયનો ધડાધડ ઉડતા હતા. વિજય મર્ચન્ટ ઉર્ફ મહારાજકુમાર ઓફ વીઝિઆનગરમ્ કોમેન્ટેટર હતાં. બધા ‘વીઝી’ તરીકે જાણતાં. આ વીઝી કહી રહયા હતા: જશુ પાસે સ્પિનિંગ ફિંગર્સ છે. ગાંધી મહાત્મા પાસે સ્પિનિંગ વ્હીલ હતું. ગાંધીએ અંગ્રેજોને સ્પિન- આઉટ કરી નાખ્યા. જશુ પટેલે ઓસ્ટ્રેલિયનોને કર્યા !
ખિડકીઃ
જ્યારે રામજન્મભૂમિ- બાબરી મસ્જિદ વિષે ગરમા ગરમી ચાલી રહી હતી ત્યારે મદ્રાસના કે. રામકૃષ્ણન્ નામના એક વાચકે ‘હિંદુ’ અખબારમાં પોતાનું આગવું મંતવ્ય દર્શાવતો પત્ર લખ્યો હતો. એક સૂચન આ મુજબ હતું ઃ ‘આપણે મંદિર અને મસ્જિદને એક કરીને એમાંથી એક ગુરુધ્વારા બનાવી દેવું જાઈએ. એનાથી પંજાબમાં પણ શાંતિ થઈ જશે અને આ ગુરુધ્વારાનું નામ પાડવું જાઈએઃ ‘ગુરુધ્વારા રામજન્મભૂમિ- બાબરી મસ્જિદ સાહિબ !’ આ પણ કમાલની રમુજ છે ને ?… હસી શકવું એ પરિપકવતાની નિશાની છે. ખાસ કરીને સ્વયંને નિશાન બનાવીને હસી શકવું !!
સ્ફોટકઃ
એક છોકરો નાનપણમાં પાંચ પૈસા ગળી ગયો હતો, તો હજુયે લોકો એને ‘પંજા’ જ કહે છે! … દરેકને નાનપણથી કે સમય જતાં કોઈક તો સંબોધન મળે જ ! નાનપણમાં મળેલાં ટેમ્પરરી નામ જેવાં કે લાલો, ચીકી, ચીકુ, ટિનિયો.. બધાં જ નામ ઓરિજિનલ પરમેનન્ટ નામ પડે પછી પણ ફેવિકોલથી ચિપકાવ્યા હય એમ જ વ્યક્તિ સાથે જાડાયેલાં જ રહે !… હકથી !