રવિનાએ ટિપટિપ..ને ખરાબ ન કરવા ફરાહને કહ્યું હતું
મુંબઈ, ધ કપિલ શર્મા શોનો લેટેસ્ટ એપિસોડ દોસ્તી સ્પેશિયલ હતો. જેમાં રવીના ટંડન અને ફરાહ ખાન મહેમાન બનીને આવ્યા હતા. ફરાહ ખાને કપિલ શર્માના ડાન્સની મજાક ઉડાવી હતી અને ખુલાસો કર્યો હતો કે, તે ફિલ્મ મહોબ્બતેમાં અર્ચના પૂરણ સિંહને કોરિયોગ્રાફ કરી ચૂકી છે.
ફરાહ ખાન અને રવીના ટંડને ખુલાસો કર્યો હતો કે, તેમને ઘરે તેમના પતિના કારણે બોલવાની તક મળતી નથી. શિરિષ કુંદ અને અનિલ થડાણી જ આખો દિવસ બોલતા રહે છે. ફરાહ ખાને કપિલ શર્માને આરોગ્ય કર્મચારી પણ કહ્યો હતો કારણ કે, તે લોકોને હસાવતો રહે છે. ફરાહ ખાને તેવો ખુલાસો પણ કર્યો હતો તે.
સ્વિમિંગ પૂલના પગથિયા પર તે લપસી ગઈ હતી અને તેના કારણે જ તેને પગમાં ઈજા પહોંચી હતી. કોરિયોગ્રાફરે જણાવ્યું હતું કે, કેવી રીતે એક્ટર્સ તેમના અને ડિરેક્ટર્સ કરતા વધારે ચાર્જ કરે છે. ફરાહે ખુલાસો કર્યો હતો કે, છેલ્લા ૧૦ વર્ષથી તેણે તેના એક પણ સોન્ગ માટે ફી લીધી નથી કારણ કે તે તેના મિત્રો માટે ફ્રીમાં કામ કરે છે.
ફરાહે કપિલને કહ્યું હતું કે, તે તેના માટે પણ ફ્રીમાં સોન્ગ કોરિયોગ્રાફ કરશે. ફરાહ, રવીના અને કપિલે વેબ સીરિઝમાં બોલાતા અપશબ્દો પરનો મુદ્દો છેડ્યો હતો. આગળ વાત કરતાં, ફરાહે કહ્યું હતું કે, તેની પહેલી ફિલ્મમાં અર્ચનાએ આગળ ડાન્સ કર્યો હતો જ્યારે તે બેકગ્રાઉન્ડમાં હતી. રવીનાએ કહ્યું હતું કેસ ફરાહ તેના યુવાનીના દિવસોમાં દરેક ડાન્સ સ્પર્ધા જીતી હતી.
અર્ચનાએ ફરાહને તેની લવ લાઈફ વિશે પૂછ્યું હતું. જેના પર ફરાહે કહ્યું હતું કે, શિરિષ તેને નફરત કરતો હતો અને તે હંમેશા તેનાથી પરેશાન થઈ જતી હતી. તેણે ક્યારેય પણ ટિપિકલ રોમેન્ટિક અથવા શરમાળ પ્રકારની ગર્લફ્રેન્ડની જેમ વર્તન કર્યું હતું. તેણે તેમ પણ કહ્યું હતું કે, શિરિષ જ સંબંધમાં આગળ વધ્યો હતો.
ફરાહે કહ્યું હતું કે, કોમેડી સર્કસથી અર્ચનાને કપિલ પર ક્રશ હતો અને તેથી જ શો કપિલ જીતે તેમ તે ઈચ્છતી હતી. રવીના અને ફરાહે બાદમાં કપિલ તેમજ અર્ચનાને સોન્ગ ‘પહેલા નશા’ પર ડાન્સ કરાવ્યો હતો. રવીના ટંડનના હિટ સોન્ગ ‘ટિપ ટિપ બરસા પાની’ના રિમેક વિશે વાત કરતાં, એક્ટ્રેસે ફરાહ ખાનને ફોન કર્યો હતો અને સોન્ગને બરબાદ ન કરવા માટે કહ્યું હતું. તેણે કહ્યું હતું કે, ‘મારા સોન્ગને બગાડતી નહીં’. જાે કે, રવીનાએ કહ્યું હતું કે, જાે ફરાહ અને કેટરિના કૈફ ન હોત તો સોન્ગ બરબાદ થઈ ગયું હોત.SSS