રવિન્દ્ર જાડેજાના પત્ની અને માતાને હાજર રહેવા કોર્ટે વોરંટ ઈશ્યુ કર્યું
રાજકોટ, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા પર પોલીસકર્મીએ કરેલા હુમલા કેસમાં રીવાબા અને તેમના માતાને હાજર રહેવા કોર્ટ દ્વારા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદ પક્ષેથી બંને હાજર ન રહેતા કોર્ટે આગામી મહિનાની તારીખ જાહેર કરી હાજર રહેવા હુકમ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૮માં જામનગરમાં રીવાબાની કાર અને પોલીસ કર્મચારીની બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પોલીસ કર્મચારીએ હુમલો કરતો રીવાબાએ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ફરિયાદી રીવાબા અને માતાને વારંવાર સમન્સ જાહેર કર્યા હોવા છતાં હાજર ન થતાં હવે કોર્ટ દ્વારા હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રીવાબા ગત તા. ૨૧/૦૫/૨૦૧૮ ના રોજ (જીજે-૦૩-ડીએફ-૯૩૬૬) નંબરની બીએમડબલ્યું કાર લઇ જામનગરના સરુ સેક્શન રોડ પરથી પસાર થતા હતા. ત્યારે પોલીસ હેડકવાટર્સ પાસે સંજય કરંગીયા નામના પોલીસ કર્મચારીના બાઈકનો રીવાબાની કાર સાથે અકસ્માત થયો હતો. આ દરમિયાન બાઈક ચાલક પોલીસ કોન્સ્ટબલે પોતાનું કાર્ડ બતાવીને રોફ જમાવ્યો હતો. આ સાથે રીવાબાના માથાના વાળ પકડી હુમલો કરતા ઈજાઓ થઈ હતી.
પોલીસ કર્મચારીઓ આવું વર્તન કરતા રાડારાડી થઈ હતી અને મનીષાબેન દિક્ષીત, રાજદીપસિંહ જાડેજા, વિજયસિંહ ચાવડા આવી ગયા હતા અને વચ્ચે પડી એકબીજાને છોડાવ્યા હતા. આ બનાવ વખતે રીવાબાની સાથે રહેલ તેમના માતાએ પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાવી હતી.
આ કેસમાં ફરિયાદી રીવાબા અને સાક્ષી તેમના માતા કોર્ટમાં કોઇ કારણોસર હાજર ન રહેતાં કોર્ટે આગામી મહિનાની તારીખ જાહેર કરી હાજર રહેવા હુકમ કરવામાં આવ્યો છે. આ અંગે બચાવ પક્ષના વકીલે કહ્યું કે, તેઓ જાહેર જીવનના વ્યક્તિ છે. મીડિયા અને કાર્યક્રમોમાં જાેવા મળે છે છતા પોલીસને નથી મળથા તે આશ્ચર્યની વાત છે.SSS