રવિવારથી 18+ ઉંમરનાને બુસ્ટર ડોઝ અપાશે

નવી દિલ્હી, 10 એપ્રિલથી એટલે કે રવિવારથી 18થી વધુ ઉંમરના લોકો કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ લઈ શકશે. બુસ્ટર ડોઝ દરેક પ્રાઈવેટ વેક્સિનેશન સેન્ટર પરથી બુસ્ટર ડોઝ લઈ શકશે. આ સિવાય સરકારી હેલ્થ સેન્ટર પર ફ્રીમાં પહેલો અને બીજો ડોઝ આપવાની સુવિધા ચાલુ જ રાખવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે 18+ એજ ગ્રુપ પ્રાઈવેટ વેક્સિનેશન સેન્ટર પર જઈને બુસ્ચર ડોઝ લઈ શકેશે. 18થી વધુ ઉમરના લોકો જેમણે બીજો ડોઝ લીધે 9 મહિના થઈ ગયા છે તેઓ બુસ્ટર ડોઝ લઈ શકશે.
અત્યાર સુધી દેશમાં 15+ ઉંમરના લગભગ 96% લોકોએ ઓછામાં ઓછો એક વેક્સિનનો ડોઝ લઈ લીધો છે. જ્યારે 15+ એજ ગ્રુપમાથી 83 ટકા લોકોએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે. હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60+ એજ ગ્રુપને 2.4 કરોડથી વધુ લોકોએ બુસ્ટર ડોઝ લઈ લીધો છે. 12થી 14 વર્ષની ઉંમરના 45% લોકોએ પણ પહેલો ડોઝ લઈ લીધો છે.
નોંધનીય છે કે, દેશમાં 6 માર્ચથી 12-14 વર્ષના બાળકોનું વેક્સિનેશન ચાલી રહ્યું છે. 12-14 વર્ષના બાળકોને corbevax વેક્સિન આપવામાં આવી રહી છે. આ વેક્સિન બાયોલોજિકલ ઈ લિમિટેડ કંપની બનાવે છે.