રવિવારી બજારમાં હજારો લોકોની ભારે ભીડ કોરોનાનો ભોગ બની શકે છે
(એજન્સી) અમદાવાદ, રાજયમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. ત્યારબાદ સુરત અને વડોદરામાં પણ દર્દીઓનો આંકડો વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં લોકો ખુબ જ બેદરકારી દાખવી રહ્યા હોવાનુૃ જાેવા મળી રહ્યુ છે. અમદાાદના ગુજરી બજારમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ભારે બેદરકારી દાખવી રહ્યા હતા.
સમગ્ર બજારમાં ઠેર ઠેર લોકોની ભીડ જાેવા મળી હતી. અનેક લોકો એવા હતા કે જેમણે માસ્ક પહેર્યુ નહોતુ. તંત્ર દ્વારા આમતો ઠેકઠેકાણે એસઓપીના પાલન માટે કડક અમલ થઈ રહેયો હોવાનું જણાવી રહ્યા છે. પરંતુ આ સ્થળે આટલી મોટી સંખ્યામાં ઉમટી પડતા લોકોને મંજુરી કોણે આપી હશે એ સૌથી મોટો સવાલ છે. કારણ કે લોકોની આવી જ બેદરકારી હાલમાં સૌને ભારે પડી રહી છે.
શહેરમાં કોરોનાના નવા વેરિયન્ટથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જે લોકોએ વેક્સિન નથી લીધી એવા લોકો વેેન્ટીલેટર સુધી પહોંચી ગયા છે. આ પ્રકારની સ્થિતિ રહી તો આગામી દિવસોમાં કોરોનાની ત્રીજી લહેર પણ જાેખમી બનશે. અમદાવાદના ગુજરી બજારમાં લોકો બિંદાસ્ત બનીને માસ્ક પહેર્યા વિના જ ફરી રહ્યા છે. લોકોના ટોળેટોળા જામી રહ્યા છે. રિવરફ્રન્ટથી અનેક લોકો આ બજારમાં આવી રહ્યા છે.
ગેુજરી બજારમાં પ્રવેશ કરો ત્યારે જ મોટી સંખ્યામાં લોકો જાેવા મળે છે. ત્યાંથી આગળ જતાં દર દસ ફૂટના અંતરેઅ ેક પાથરણાવાળા બેસે છે. જ્યાં ખરીદી કરવા આવનાર લોકો જાણેે કોરોના છે જ નહી એમ આળ વધી રહ્યા છે. આ ટોળામાં બાળકો પણ છે.
બાળકોની કાળજી રાખનારા મા-બાપને પણ કંઈ જ ફેર ન પડતા હોય તેમ ફરી રહ્યા છે. જાે સંક્રમણ વધુ ફેલાય તો આ ખુણાનું એ પી સેન્ટર ગુજરી બજાર બને એ વાતને નકારી શકાય તેમ નથી. આ બજારમાં કોણ લોકોને બિંદાસ્ત ફરવા માટે પ્રોત્સાહન આપી રહ્યુ છે તે પણ એક મોટો સવાલ છે.SSS