રવિવારે કુમકુમ મંદિર દ્રારા શરદ્ પૂર્ણિમા ઉજવાશે
શરદ્પૂર્ણિમાએ દૂધ -પૈંઆનો પ્રસાદ લેવાથી પિત્તઆદિના
|
અમદાવાદ: રવિવાર ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – સેવા કેન્દ્ર – હીરાપુર ખાતે શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં શરદપૂર્ણિમાનો ઉત્સવ ઉજવાશે. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી એ જણાવ્યું હતું કે, સાંજે ૪ – ૩૦ થી ૮ – ૦૦ શ્રી સ્વામિનારાયણ કુમકુમ સેવા કેન્દ્ર હીરાપુર ખાતે સત્સંગ સભા અને રાસોત્સવ યોજાશે.
જે પ્રસંગે વચનામૃત ઉપર પ્રવચન યોજાશે. સમૂહ રાસ યોજાશે. સંતો દ્રારા શરદ્પૂર્ણિમાનું મહત્વ ઉપર પ્રવચન યોજાશે. શ્રીજી વિજય સમિતિના સભ્યો દ્રારા રાસ ના કીર્તન ગવાશે. આ પ્રસંગે સંતો – ભકતો રાસ રમશે. અંતમાં ભગવાનને દૂધ – પૌંઔ ના થાળ ધરાવી સૌને તે પ્રસાદ આપવામાં આવશે.આ પ્રસંગે જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતોની પારાયણ યોજાશે.
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી એ શરદ્પૂર્ણિમા ના મહાત્મય અંગે જણાવ્યું હતું કે, શરદ્પૂર્ણિમા પ્રસંગેઆસો સુદ – પૂનમ આવે છે ત્યારે ચંદ્ર સંપૂર્ણ રીતે ખીલી ઉઠે છે.તેનો પ્રકાશ શીતળ લાગે છે. આકાશ નિર્મળ હોય છે. આવા ધવલરંગી ઉત્સવે શ્વેત ચાંદની રેલાતી હોય છે.આ શરદ્પૂર્ણિમાને માણેક – ઠારી પૂનમ પણ કહેવાય છે. લોકો દૂધ – પૌંઆનો પ્રસાદ જમીને આનંદ વિભોર બને છે.
શરદ ઋતુમાં અમ્લરસ લિવરમાં પેદા થાય છે.જેથી ઉધરસ -બેચેની, અને ચકકર આવે છે. પિતજન્ય રોગો વધવાથી દૂધ – પૈઆ ઉત્તમ હોવાનું આયુર્વેદ જણાવે છે.પરંપરાગત દૂધ પૈઆના સેવનના કારણે જીવનદાયિની ઉર્જા પ્રાપ્ત થાય છે.
આમ,ચંદ્રમાંથી નીકળનારા શીતળ કિરણો તંદુરસ્તી માટે ઘણાં ફાયદાકારક મનાય છે.
આથી જ દૂધ – પૈઆ જેવો પિતનાશક આહાર શરદ્પૂર્ણિમા ઉપર લેવો જાઈએ.એમાંય આ દુધ -પૈંઆ ભગવાનને ધરાવીને જા જમવામાં આવે તો પછી તે પ્રસાદ બની જાય છે. તે વધુ લાભ પ્રાપ્ત થાય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને આજથી બસો વર્ષ પહેલા બામરોલી આદિ અનેક સ્થળોએ શરદ્પૂર્ણિમાના ઉત્સવ પ્રસંગે રાસલીલા કરી હતી.
પંચાળામાં શ્રી સ્વામિનારાયણ ભગવાને એક – એક સંતની સાથે એક – એક જુદુ રુપ ધારણ કરીને રાસલીલા કરેલી છે એટલે કે, જેટલા સંતો હતા તેટલા રુપે ભગવાન થયા હતા. આવા ઉત્સવોની સ્મૃતિ તાજી કરવા માટે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ત્યારથી શરદ્પૂર્ણિમા નો ઉત્સવ દરેક મંદિરોમાં ઉજવાય છે.