Western Times News

Gujarati News

રવિવારે મિત્રો સાથે મંદિરા અને રાજે પાર્ટી કરી હતી

મુંબઈ: મંદિરા બેદીના પતિ અને ડિરેક્ટર રાજ કૌશલનું હાર્ટ અટેકના કારણે અચાનક નિધન થતાં દરેક લોકોને આંચકો લાગ્યો છે. પતિની આમ અચાનક વિદાય થતાં મંદિરા બેદી આઘાતમાં છે. રાજ કૌશલના નિધનની જાણ થતાં જ અપૂર્વ અગ્નિહોત્રી તેમજ રોનિત રોય સહિતના કપલના મિત્રો તરત જ તેમના ઘરે પહોંચ્યા હતા અને મંદિરાને સધિયારો આપ્યો હતો. રાજ કૌશલનું નિધન આજે (૩૦ જૂન) વહેલી સવારે થયું હતું. પતિનું નિધન થયું તેના થોડા કલાકો પહેલા જ મંદિરા બેદી તેની ખાસ ફ્રેન્ડ મૌની રોયને મળી હતી. જેની તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી હતી.

મંદિરાએ જે તસવીરો શેર કરી હતી તેમાંથી એકમાં બંને હગ કરતાં અને બીજી તસવીરમાં મૌની રોય મંદિરા પર પ્રેમ વરસાતી જાેવા મળી હતી. આ તસવીરોમાં મૌની રોયે વ્હાઈટ ટી-શર્ટ અને પિંક કલરનું શ્રગ પહેરીને રાખ્યું હતું. આ સિવાય મંદિરા બેદીએ બંને બાળકો સાથે વેદ અને તારા સાથે પણ સમય પસાર કર્યો હતો. જેની તસવીર એક્ટ્રેસે શેર કર્યો હતો. આ તસવીરમાં બંને બાળકો મંદિરા બેદીને કિસ કરતાં જાેવા મળ્યા હતા. રવિવારે પણ રાજ કૌશલ અને મંદિરા બેદીએ મિત્રો સાથે પાર્ટી કરી હતી. જેમાં રાજ કૌશલ અને મંદિરા બેદીની સાથે નેહા ધૂપિયા, અંગદ બેદી, સાગરિકા ઘાટગે, આશિષ ચૌધરી, ઝહિર ખાન તેમજ સાગરિકા ઘાટગે જાેવા મળ્યા હતા. આ તસવીરો સાથે તેણે લખ્યું હતુંમ કે, ‘સુપર સન્ડે, સુપર ફ્રેન્ડ્‌સ, સુપર ફન. રાજ કૌશલના તસવીર પર ફેન્સ કોમેન્ટ કરીને શોક વ્યક્ત કરી રહ્યા છે. નેહા ધૂપિયાએ પણ ગેટ ટુ ગેધરની આ તસવીર શેર કરી છે.

જેમાં તેણે લખ્યું છે કે, રાજ, આપણે આ તસવીર વધુને વધુ યાદો બનાવવા માટે લીધી હતી. માનવામાં નથી આવી રહ્યું કે હવે તું અમારી સાથે નથી. મંદિરા, મારી મજબૂત છોકરી, મારી પાસે શબ્દો નથી. મારી દિલ વીર અને તારા પાસે છે. આરઆઈપી રાજ લખતી વખતે હું ધ્રૂજી ગઈ છું અને આઘાતમાં છું.

મંદિરા બેદી અને રાજ કૌશલની વાત કરીએ તો, બંનેની મુલાકાત ૧૯૯૬માં થયા હતા. રાજ ત્યારે એડ ફિલ્મ્સ બનાવતી કંપનીમાં કામ કરતો હતો અને તેને ફિલિપ્સની જાહેરાત માટે એક છોકરીની શોધ હતી. મંદિરા ત્યારે શાંતિ સીરિયલ પહેલાથી જ નામ કમાઈ ચૂકી હતી. પહેલી મુલાકાતમાં જ બંને વચ્ચે સારી મિત્રતા થઈ હતી, જે પ્રેમમાં પરિણમી અને બાદમાં લગ્ન થયા. કપલના લગ્ન ૧૯૯૯માં થયા હતા. તેઓ ૨૦૧૨માં વીર નામના દીકરાના માતા-પિતા બન્યા હતા. જ્યારે ગયા વર્ષે તેમણે દીકરી દત્તલ લીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.