રવિવારે શહેરમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે
અમદાવાદ: ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુરુવારે આગાહી કરતા કહેવામાં આવ્યું કે આગામી રવિવારે અમદાવાદ શહેરમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. તો રાજ્યના દક્ષિણ જિલ્લાઓમાં શનિવારે જ ભારે વરસાદ પડી શકે છે. ગુરુવારે શહેરમાં મહત્તમ તાપમાન ૩૬.૨ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું જે આ સમયમાં નોર્મલ તાપમાન કરતા ૩.૧ ડિગ્રી વધારે હતું. જ્યારે શહેરનું લઘુત્તમ તાપમાન ૨૬.૨ ડિગ્રી હતું જે નોર્મલ કરતા ૧.૬ ડિગ્રી વધારે હતું.
તેમજ છેલ્લા થોડા દિવસોથી શહેરમાં હવાનું સર્ક્યુલેશન ઓછું થઈ જવાથી ભેજના પ્રમાણના કારણે બફારો થઈ રહ્યો છે. જેના કારણે આ સીઝનમાં પણ લોકોને છઝ્રનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે કહ્યું કે આજે શુક્રવારે પણ શહેરના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે શનિવારે રાજ્યના દક્ષિણ જિલ્લાઓમાં વીજળી અને પવન સાથે વરસાદ આવી શકે છે. આ જિલ્લાઓમાં ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ-દમણ, સુરત, નર્મદા, વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. રવિવારે પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.
જ્યારે ખેડા, અમાદવાદ, દાહોદ, પંચમહાલ, આણંદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ અને જુનાગઢમાં હવળોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ગુરુવારે સવાર સુધીમાં રાજ્યમાં ૧૦૧૩ એમએમ વરસાદ પડ્યો છે. જે રાજ્યના વર્ષા ઋતુના વરસાદ કરતા ૧૨૧ ટકા વધારે છે. ગુજરાતમાં મધ્ય અને પૂર્વ તરફના જિલ્લાઓને બાકાત કરતા લગભગ તમામ જિલ્લા અને વિસ્તારોમાં આ વર્ષે ૧૦૦ ટકા કરતા વધારે વરસાદ છે.