Western Times News

Gujarati News

રવિશંકરનું ટિ્‌વટર એન્કાઉન્ટ એ.આર. રહેમાનના ‘મા તુજે સલામ’ ને કારણે બ્લોક થયું હતુ

નવીદિલ્હી: નવી દિલ્હીઃ કેન્દ્રીય સંચાર અને સૂચના પ્રોદ્યોગિકી મંત્રી રવિશંકર પ્રસાદનું ટિ્‌વટર એકાઉન્ટ શુક્રવારે એક કલાક માટે બંધ કરી દેવામાં આવ્યું હતું.સુત્રોના જણાવ્યા અનુસાર એકાઉન્ટનો એક્સેસ એક કલાક માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ માટે અમેરિકાના    US Digital Millennium Copyright Act (DMCA)  ના ઉલ્લંઘનનો હવાલો અપાયો હતો. તો જાણીએ શા માટે ભારતના આઈટી મંત્રીનું ટિ્‌વટર એકાઉન્ટ બંધ કરવામાં આવ્યું હતું.

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રવિશંકર પ્રસાદના ટિ્‌વટર એકાઉન્ટ વિરુદ્ધ જે પગલાં ભરવામાં આવ્યા હતા તે મામલો ૨૦૦૭ના વર્ષ સાથે જાેડાયેલું એક ટ્‌વીટ હતું. વર્ષ ૨૦૦૭માં રવિશંકર પ્રસાદે વિજય દિવસ પર એ.આર. રહેમાનના ગીત ‘મા તુજે સલામ’નો વીડિયો શેર કરતા કેપ્શન લખ્યું હતું. આ ગીતના કૉપીરાઇટ સોની મ્યૂઝિક પાસે છે. Union information technology (IT) minister Ravi Shankar Prasad’s account for nearly an hour over alleged violations of the US Digital Millennium Copyright Act (DMCA) amid the social media network’s deteriorating ties with the central government in the context of the new IT rules in the country. However, the exact reason behind the microblogging website briefly denying the Union minister his account may seem incredulous to many: a 2017 tweet related to music director AR Rahman’s famous song ‘Maa Tujhe Salaam’, which was found in violation of Twitter’s copyright policy.

આ ગીતના ઉપયોગ પર સોની મ્યૂઝિક તરફથી ટિ્‌વટરને ફરિયાદ કરવામાં આવી હતી. કૉરીરાઇટ રિક્વેસ્ટ પર નજર રાખતી લ્યૂપિન નામની વેબસાઇટના જણાવ્યા પ્રમાણે, આ કેસમાં પણ કૉપીરાઇટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી.

લ્યૂમેન તરફથી મળેલી જાણકારી પ્રમાણે ટિ્‌વટરને સોની મ્યૂઝિક એન્ટરટેઇનમેન્ટ તરફથી  નોટિસ મોકલવામાં આવી હતી.  અમેરિકન કૉપીરાઇટ કાયદો છે. જેના ૧૯૯૮માં તત્કાલિન અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટને લાગૂ કર્યો હતો. આ કાયદાનો ઉદેશ્ય કોઈ પણ પ્રકારના કન્ટેન્ટ ઑડિયો, વીડિયો, અને ટેક્સ્ટની ચોરી થતી અટકાવવાનો છે.

આ ફરિયાદમાં સોની તરફથી ટિ્‌વટરને આ ટ્‌વીટ હટાવી દેવાનું કહેવામાં આવ્યું હતું. જે બાદમાં આ આખા મામલાની ફરિયાદ ૨૪મી મેના રોજ ઇન્ટરનેશનલ ફેડરેશન ઑફ ધ ફોટોગ્રાફિક ઇન્ડસ્ટ્રી એટલે કે આઇએફપીને કરવામાં આવી હતી. ૨૫મી જૂનના રોજ એક કલાક માટે રવિ શંકર પ્રસાદનું ટિ્‌વટર એકાઉન્ટ એક કલાક માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. એ ટ્‌વીટને પણ હટાવી દેવાયું હતું.

આ પછી એકાઉન્ટ ફરી ખોલતા ટિ્‌વટરે કહ્યું કે, તમારા એકાઉન્ટનો હવે ઉપયોગ કરી શકો છો. કૃપા કરીને ધ્યાન રાખો કે જાે આગળ પણ  નોટિસ આવશે તો તમારું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. જણાવી દઈએ કે સોશિયલ અને ડિજિટલ મીડિયા માટે નવા નિયમો લાવ્યા પછી સરકાર અને ટિ્‌વટર વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે.

સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવી ચૂક્યું છે કે સોશિયલ મીડિયા કંપનીને ભારતીય નિયમો માનવા જ પડશે. ટિ્‌વટરે કહ્યું છે કે, અમે કૉપીરાઇટ નિયમોને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ. આ નિયમોનું સતત ઉલ્લંઘન કરનારાઓનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. જાે તમારું એકાઉન્ટ અનલોક કરાવવું છે તો ટિ્‌વટરના કૉપીરાઇટ નિયમોની સમીક્ષા કરવી પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.