રવીનાની દીકરીએ કર્યું KGF ૨ની સક્સેસ પાર્ટીનું આયોજન
મુંબઈ, અભિનેત્રી Raveena Tondon અત્યારે ફિલ્મ KGF-2 ની જબરદસ્ત સફળતાને કારણે ઘણી ખુશ છે. આ ફિલ્મમાં રવીના ટંડન પીએમ રમિકા સેનના પાત્રમાં જાેવા મળી છે. રવીનાના આ પાત્રના ખૂબ વખાણ થઈ રહ્યા છે. KGF-2 હજી પણ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે.
ફિલ્મે અત્યાર સુધી અનેક રેકોર્ડ તોડ્યા છે. ફિલ્મમાં એક્ટર યશના અભિનયના વખાણ તો થઈ જ રહ્યા છે, સાથે સાથે Sanjay Dutt, Raveena Tondonના પણ વખાણ થઈ રહ્યા. રવીના ટંડન માટે આ સફળતાની ખુશી ત્યારે બમણી થઈ ગઈ જ્યારે તેની દીકરી રાશાએ તેના માટે એક શાનદાર સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કર્યું. રવીના ટંડને વિચાર્યુ નહોતું કે તેની દીકરી આ પ્રકારના કોઈ સરપ્રાઈઝનું આયોજન કરશે.
રવીનાએ રવિવાના રોજ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ પાર્ટીની અમુક તસવીરો શેર કરી છે. તસવીરોમાં જાેઈ શકાય છે કે રવીના અને દીકરી રાશા સિવાય તેના પતિ અનિલ થડાણી પણ છે. ટેબલ પર ફળો અને આઈસક્રીમથી બનેલી એક સ્વીટ ડિશ મૂકી છે જેના પર લખ્યું છે કે, મમ્મા એન્ડ પાપા, KGF-2 માટે અભિનંદન.
ત્યારપછી રવીના ટંડને ઈન્સ્ટાગ્રામ પર એક અન્ય પોસ્ટ શેર કરી છે, જેમાં વર્ષ ૨૦૨૦માં તેણે અને યશે ફિલ્મને લગતી મજાક મસ્તી કરી હતી તેનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. તે સમયે જ મસ્તી મજાકમાં રવીના ટંડને KGF-2 ના ક્લાઈમેક્સનો ખુલાસો કરી દીધો હતો.
પરંતુ હવે જ્યારે ફિલ્મ રીલિઝ થઈ ગઈ છે ત્યારે તે વાત જાણવા મળી છે. સ્ક્રીનશોટમાં જાેઈ શકાય છે કે, રવીના યશને કહે છે કે, લુક્સથી કોઈને મારી શકો છો. રોકી વિરુદ્ધ ડેથ વોરંટ સાઈન કરવામાં આવ્યું છે. અને ફિલ્મમાં આ જ વસ્તુ દર્શાવવામાં આવી છે. ફિલ્મના અંત અને શરુઆતમાં જ તે મહત્વનો સીન દર્શાવવામાં આવે છે જ્યારે રવીના એટલે કે રમિકા રોકી ભાઈ વિરુદ્ધ ડેથ વોરંટ સાઈન કરે છે.
KGF-2ની કમાણીની વાત કરીએ તો, ૧૪મી એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થયેલી આ ફિલ્મના હિન્દી વર્ઝને ૧૦ દિવસમાં ૨૯૧ કરોડ રુપિયા કમાણી કરી લીધી છે. ફિલ્મે વર્લ્ડવાઈડ પણ ધૂમ કમાણી કરી છે. KGF-1ને પણ લોકોએ ખૂબ પસંદ કરી હતી અને આ KGF-2ની ફેન્સ આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા.SSS