રવીના ટંડને બર્થ ડે લોસ એન્જેલસમાં સેલિબ્રેટ કર્યો
મુંબઇ, રવીના ટંડન હાલ દીકરી રાશા થડાણી સાથે અમેરિકામાં વેકેશન મનાવી રહી છે. ૨૬મી ઓક્ટોબરે બર્થ ડે પર એક્ટ્રેસને અડધી રાતે સ્વીટ સરપ્રાઈઝ મળી હતી. રાશાએ મમ્મી માટે કેક, બલૂન્સ અને કાર્ડની વ્યવસ્થા કરી હતી. રવીના ટંડન ભલે અમેરિકામાં હોય પરંતુ તેના પતિ અનિલ થડાણીએ દીકરા રણવીર સાથે વીડિયો કોલ પર એક્ટ્રેસ માટે કેક કટ કરી હતી.
ઘણી બધી કેકથી અદ્દભુત ડિનર સુધી, રવીના ટંડને ફેન્સ સાથે તેના ૪૭મા બર્થ ડે સેલિબ્રેશનની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીરો અને વીડિયો શેર કરીને તેણે લખ્યું છે ‘અ હેપ હેપ હેપ્પી બર્થ ડે ડમ્પ!! બેડ પર ૧૨ મધ્યરાત્રિ કેકથી બીજા સવારે ૧૨ સુધી, બે કૉન્ટિનન્ટ સુધી ફેલાયેલું, બે દિવસ સુધી સેલિબ્રેશન કર્યું, ભારતીય સમય અને લોજ એન્જેલસ.
મારા બાળકો માને છે કે હું હજી પણ ૧૬ વર્ષની છું. તમારી સારી શુભેચ્છાઓ અને આશીર્વાદ માટે આભાર, તમામનો અંગત રીતે આભાર માનવાનું પસંદ કરત, પરંતુ તે થોડું અઘરું છે. પણ આ તમારા લોકોના જ આશીર્વાદ છે જેના થકી મારું જીવન આટલું અદ્દભુત બન્યું છે.
હંમેશા માટે કૃતજ્ઞ. રવીના ટંડન અમેરિકામાં છે અને તેનો પતિ મુંબઈમાં છે ત્યારે એક્ટ્રેસે વર્ચ્યુલ રીતે કરવા ચોથનું સેલિબ્રેશન કર્યું હતું. રવીના ટંડન જ્યારે પૂજા કરી રહી હતી ત્યારે તેનો પતિ વીડિયો કોલથી જાેડાયો હતો. રવીના ટંડને અમેરિકામાં દીકરી રાશા સાથે વી કેન સર્વાઇવ કોન્સર્ટમાં હાજરી આપી હતી.
મા-દીકરી હાલ ત્યાં યુનિવર્સિટીની તપાસમાં છે અને એકવાર મુંબઈ પરત ફર્યા બાદ ફરીથી બર્થ ડેનું સેલિબ્રેશન કરવાનું રવીના ટંડનનું આયોજન છે. ‘પ્રામાણિકતાથી કહું તો મને ભવ્ય બર્થ ડે પાર્ટી ગમતી નથી. હું મારા પરિવાર અને નજીકના મિત્રો સાથે સેલિબ્રેશન કરું છું. તેથી ઘરે જઈશ ત્યારે ફરીથી ઉજવણી કરીશ’, તેમ રવીનાએ વાતચીત કરતા જણાવ્યું હતું.SSS