રવીના ટંડન અને પુત્રી દરિયા કિનારે ફરતા જોવા મળ્યા
મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડને દીકરી રશા સાથેની એક રીલ શેર કરી છે. જેમાં તેઓ બંને માતા-દીકરી એન્જાેય કરતા જાેવા મળી રહ્યા છે. રવીના ટંડન અને તેની દીકરી રશા આ વિડીયોમાં એકસરખા ડ્રેસમાં જાેવા મળી રહ્યા છે. આ વિડીયોમાં માતા-દીકરીનું ખૂબ સારું બોન્ડિંગ જાેવા મળી રહ્યું છે. એક્ટ્રેસ રવીના ટંડને ગત દિવસોમાં એક વિડીયો પોસ્ટ કરતા જણાવ્યું હતું કે તે ટ્રાવેલ પર નીકળી રહી છે.
જેમાં લેટેસ્ટમાં રશા અને રવીના ટંડન રેડ સ્વિમ વિયરમાં જાેવા મળી રહ્યા છે. જેમાં માતા-દીકરી બેસ્ટ ફ્રેન્ડ્સની જેમ જાેવા મળી રહ્યા છે. રશા તે સ્ટારકિડ્સ પૈકીની એક છે જે લાઈમલાઈટથી દૂર રહે છે. રશા દેખાવમાં એકદમ રવીના ટંડનની કોપી છે. રશાના ફોટોગ્રાફ્સ જાેતાં યંગ રવીના ટંડન યાદ આવી જશે! રવીના ટંડનની દીકરી રશાએ માર્શલ આર્ટ્સના ફોર્મ તાઈક્વાંડોમાં બ્લેક બેલ્ટ મેળવ્યો છે.
રવીના ટંડને એક પોસ્ટ કરતા કહ્યું હતું કે- ‘મારી દીકરી બ્લેકબેલ્ટ.’ રશા થડાની તારા પર ગર્વ છે. તે માર્શલ આર્ટની સાથે-સાથે બોક્સિંગની પણ ટ્રેનિંગ લઈ રહી છે. રવીના ટંડને વર્ષ ૨૦૦૪માં ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર અનિલ થડાની સાથે લગ્ન કર્યા અને જુલાઈ ૨૦૦૫માં દીકરી રશાનો જન્મ થયો. આ સિવાય તેમનો એક દીકરો પણ છે કે જેનું નામ રણવીરવર્ધન છે. આ સિવાય રવીના ટંડને ૨ દીકરીઓને દત્તક લીધી છે.
લગ્ન પહેલા ૧૯૯૫માં રવીના ટંડને દીકરીઓ પૂજા અને છાયાને દત્તક લીધી હતી. હાલ રવીના ટંડનની ઉંમર ૪૬ વર્ષ છે અને તેની જાણીતી બોલિવૂડ ફિલ્મોમાં દુલ્હે રાજા, દિલવાલે, મોહરા, આતિશ, અંદાજ અપના અપના, ખિલાડીયો કા ખિલાડી, જિદ્દી, ઘરવાલી બહારવાલી, શૂલ વગેરે છે. ફિલ્મ દમન માટે રવીના ટંડનને બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો છે અને અક્સ માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે. આ સિવાય ફિલ્મ લાડલા, સત્તા માટે પણ રવીના ટંડનને એવોર્ડ મળ્યો છે.SSS