રવી શાસ્ત્રીએ ૩૭ વર્ષ અગાઉ મળેલી ઓડી કારને શેર કરી
પૂર્વ ભારતીય ક્રિકેટર અને ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પોતાના રમવાના અંદાજથી ક્રિકેટ ફેન્સને ઘણી ખુશી આપી છે. ૧૯૮૫મા ઘણા દેશો વચ્ચે રમાયેલી બેન્સન એન્ડ હેઝ્સ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં શાસ્ત્રીનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું હતું અને તેના ઓલ રાઉન્ડર પ્રદર્શનના કારણે તેમને તે ચેમ્પિયનશીપમાં પ્લેયર ઓફ ધ સીરિઝ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
૧૯૮૩મા વર્લ્ડ કપ જીત્યા પછી ૧૯૮૫મા ભારતીય ટીમે આ ચેમ્પિયનશીપ પણ જીતી હતી. આ ચેમ્પિયનશિપની ફાઈલનમાં ભારતે પાકિસ્તાનને માત આપી હતી.
જેમાં બેટિંગ અને બોલિંગથી શાનદાર પ્રદર્શન કરનારા શાસ્ત્રીને ઓડી ૧૦૦ કાર ગિફ્ટમાં આપવામાં આવી હતી. કાર મળ્યા પછી શાસ્ત્રીએ પોતાના સાથી મિત્રો સાથે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં તેને ખૂબ ચલાવી હતી.
View this post on Instagram
શાસ્ત્રીએ ૩૭ વર્ષ અગાઉ મળેલી એ કારને પોતાના ફેન્સ સાથે બીજી વખત શેર કરી છે. શાસ્ત્રીએ પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં ગિફ્ટમાં મળેલી એ ઓડી કારની તસવીર શેર કરી છે. શાસ્ત્રીની કાર થાણે સ્થિત સુપર કાર ક્લબ ગેરેજમાં છે અને તેણે પોતાની આ કારને ભારતની ધરોહર કહી છે.
ગૌતમ સિંઘાનિયા દ્વારા શરૂ કરવામાં આવેલા સુપર કાર ક્લબ ગેરેજમાં વિન્ટેજ કાર અને બાઈકની દેખરેખ અને મેઈન્ટેનન્સનું કામ કરવામાં આવે છે. એમ પ્રતીત થાય છે કે શાસ્ત્રીએ હમણાં જ પોતાની કારની સર્વિસ કરાવી છે અને થઈ શકે છે કે આગામી દિવસોમાં તેઓ તેને લઈને મુંબઈના રસ્તાઓ પર ચલાવતા જોવા મળે.
રવિ શાસ્ત્રી કારના દીવાના છે અને તેમના ગેરેજમાં દુનિયાની સૌથી સારી બ્રાન્ડની કાર તમને જોવા મળી શકે છે. શાસ્ત્રી પાસે ઓડી સિવાય મર્સિડિઝ બેન્ઝ, ફોર્ડ અને બીએમડબ્લ્યુની ગાડીઓ પણ છે. ૨૦૨૦મા શાસ્ત્રીએ એક ઓડી કાર ખરીદી હતી અને તેનું નામ તેમના નામ પરથી જ રાખવામાં આવ્યું હતું.
આ ગાડીના મોડેલને ઓડી ઇજી૫ નામ આપવામાં આવ્યું છે. આ ગાડી મળ્યા પછી શાસ્ત્રીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં તેઓ બ્લૂ કલરની ઓડી કારની આગળ ઉભેલા નજરે પડી રહ્યા છે. તેમણે કંપનીના વખાણ કરતા કહ્યું હતું કે, તેમણે ક્યારેય નહોતુ વિચાર્યું કે ઓડી જેવી કંપની તેમના નામ સાથેની કાર બનાવી દેશે.