રશિયન પ્રવાસીઓનું એક હેલિકોપ્ટર ક્રેશ, ૮નાં મોત
મોસ્કો: રશિયામાં એક મોટો અકસ્માત થયો છે. રશિયામાં એક એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટરમાં કુલ ૧૬ લોકો સવાર હતા. જેમાં ૧૩ પ્રવાસીઓનો સમાવેશ થાય છે.દુર્ઘટનાને પગલે ૮ લોકો મૃત્યુ પામ્યા છે, અને અન્ય બે પ્રવાસીઓની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.
સ્થાનિક સરકારે એક નિવેદનમાં જણાવ્યું કે, ૧૬ લોકોને લઈ જઈ રહેલ એમઆઇ-૮ હેલિકોપ્ટર કામચટકા દ્વીપકલ્પ પર્વતમાળામાં નેચર રિઝર્વમાં નીચે આવી ગયું હતું. કામચાટકાના પ્રાદેશિક સરકારી અધિકારી એલેક્ઝાન્ડર ઝબોલીચેન્કોએ એક નિવેદનમાં જણાવ્યું કે, હેલિકોપ્ટરમાં સવાર ૧૬ લોકોમાંથી ૮ પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે. જેમાંથી ૨ લોકોની સ્થિતિ ગંભીર છે જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વધુમાં તેમણે માહિતી આપી કે હેલિકોપ્ટરમાં કુલ ૩ ક્રૂ મેમ્બર્સ અને ૧૩ મુસાફરો હતા, જે તમામ પ્રવાસી હતા. ઘટના સ્થળે ૪૦ બસાવકર્તા અને ડાઇવર્સને મોકલી આપવામાં આવ્યા છે.
નાયબ મુખ્યમંત્રીની બાંહેધરી બાદ ઇમરજન્સી સેવામાં જાેડાયા ડોક્ટર્સ, વાતચીત નિષ્ફળનાયબ મુખ્યમંત્રીની બાંહેધરી બાદ ઇમરજન્સી સેવામાં જાેડાયા ડોક્ટર્સ, વાતચીત નિષ્ફળ ઘટના બાદ ફસાયેલા તમામ લોકોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંના મેડિકલ સૂત્રોએ ૮ લોકો મૃત્યુ પામી શકે છે જેમના ભવિષ્ય વિશે કંઈ કહી ના શકાય.
જ્યારે બચાવકર્તાઓએ જણાવ્યા મુજબ દુર્ઘટના બાદ હેલિકોપ્ટર ડૂબી ગયું હતું અને કુરિલ તળાવમાં ૧૦૦ મીટર (૩૩૦ ફૂટ)ની ઊંડાઈ પર જતું રહ્યું હતું. આ મામલે હવાઈ અકસ્માતોની તપાસ સંભાળતી રશિયન તપાસ સમિતિએ હવાઈ સલામતીના નિયમોના સંભવિત ઉલ્લંઘનની તપાસ આરંભી છે. હેલિકોપ્ટર પ્રવાસીઓને પેટ્રોપાવલોવસ્ક-કામચાત્સ્કી શહેર નજીક આવેલા જ્વાળામુખી ખોડુકા તરફ લઈ જઈ રહ્યું હતું.