રશિયન બોમ્બ ધડાકાથી ખારકીવનું બજાર તબાહ

રશિયાએ યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમને ઉડાવી દીધી
કીવ, યુક્રેન ઉપર રશિયાએ કરેલી સૈન્ય કાર્યવાહીના ૧૧માં દિવસે પણ રશિયન સૈનાએ યુક્રેનની રાજધાની કીવ અને ખારકીવ સહિતના શહેરો ઉપર હુમલા ચાલુ રાખ્યાં હતા. દરમિયાન ખારકીવમાં ન્યૂક્લિયર રિસર્ચ સેન્ટર ઉપર રશિયન સૈન્યએ ભારે ગોળીબાર કર્યો હતો.
તેમજ રોકટથી નિશાન બનાવવાના પ્રયાસ કર્યાં હતા. રશિયાન સૈના યુક્રેનના મહત્વાના સ્થળો ઉપર કબજાે કરવા માટે હુમલા કરી રહ્યું છે. બે દિવસ પહેલા જ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ ઉપર હુમલો કર્યો હતો. જેથી યુરોપીયન દેશોમાં રેડિએશનને લઈને ભય ફેલાયો હતો. દરમિયાન આજે રશિયન સૈનાએ ન્યૂક્લીયર રિસર્ચ સેન્ટર ઉપર હુમલો કર્યો હોવાનું જાણવા મળે છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે ૧૧મો દિવસ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સ્કીએ શનિવારે દેશને રશિયાના આક્રમણથી લડવામાં મદદ કરવા માટે અમેરિકી સીનેટરોને વધુ વિમાન મોકલવાનો આગ્રહ કર્યો છે. તો યુક્રેનના મારિયુપોલ અને વોલ્નોવાખાથી લોકોને કાઢવા માટે લાગૂ થયેલું સીઝફાયર તૂટી ગયું છે.
યુક્રેની મીડિયા પ્રમાણે મારિયૂપોલમાં રશિયાએ સીઝફાયર તોડી દીધુ છે, જેથી માનવી કોરિડોરથી સામાન્ય લોકોને કાઢવાની પ્રક્રિયા સુરક્ષાને કારણે રોકવામાં આવી છે. તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચેતવણી આવી છે કે મોસ્કો યુક્રેન પર કોઈ ત્રીજા પક્ષની નો-ફ્લાય ઝોનની જાહેરાતને આ લડાઈમાં ભાગીદારના રૂપમાં માનશે.
આ વચ્ચે અમેરિકા અને બ્રિટને ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે અને પોતાના નાગરિકોને રશિયા છોડવાનું કહ્યું છે. રશિયાના હુમલાથી યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખારકીવમાં તબાહી જાેવા મળી રહી છે. અહીં માર્કેટ રશિયાના હુમલામાં ભંગાર બની ગઈ છે. આ તસવીર તે વાતનો પૂરાવો છે કે હુમલો કેટલો ખતરનાક હશે. કારણ કે હવે અહીં કાટમાળ સિવાય કંઈ વધ્યું નથી. રશિયાના રક્ષામંત્રાલયે કહ્યું કે, રશિયાની સેના સતત હુમલો કરી રહી છે.
યુક્રેનની એસ-૩૦૦ એર ડિફેન્સ સિસ્ટમને તબાહ કરી દેવામાં આવી છે. સાથે રશિયાએ દાવો કર્યો કે, સૈન્ય અભિયાન દરમિયાન યુક્રેનના ૨૨૦૩ સૈન્ય ઠેકાણાને ઉડાવી દેવામાં આવ્યા છે. રશિયાના રક્ષા મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા એક દિવસમાં યુક્રેનના જિટોમિર ક્ષેત્રમાં ચાર જીે-૨૭ અને એક મિગ-૧૯ વિમાન, રેડોમિશલ ક્ષેત્રમાં જીે-૨૭ અને જીે-૨૫ વિમાનનો નાશ કર્યો છે.
સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યું કે, યુદ્ધ જરમિયાન અત્યાર સુધી યુક્રેનથી ૧૫ લાખ લોકોએ દેશ છોડી અન્ય દેશોમાં આસરો લીધો છે. મોટાભાગના લોકોએ પોલેન્ડ અને રોમાનિયાની વાટ પકડી છે. યુદ્ધના ૧૧માં દિવસે કીવના બહારના વિસ્તાર ઇરપિનમાં ઘુસી રશિયન સેના, ખારકીવમાં સતત બોમ્બ વર્ષા. મોરિયૂપોલ અને વોલ્નોખાવામાં આજે ફરી સીઝફાયર. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ શનિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડેન સાથે ફોન પર વાત કરી છે.
યુક્રેનના રાષ્ટ્રપતિએ જાહેરાત કરી છે કે તેમણે રશિયા વિરુદ્ધ નાણાકીય સહાયતા અને પ્રતિબંધો પર ચર્ચા કરવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેન સાથે વાત કરી છે, કારણ કે તેમનો દેશ રશિયન સૈનિકો તરફથી ગંભીર હુમલાનો સામનો કરી રહ્યો છે.