રશિયન રસી સ્પુટનિક આવી પહોંચી, એરપોર્ટ પર ખાસ કોલ્ડ સ્ટોરેજ તૈયાર કરાયા
નવી દિલ્હી, રશિયાએ તૈયાર કરેલી કોરોનાની રસી સ્પુટનિક ફાઇવનો પહેલો જથ્થો ભારત આવી પહોંચ્યો હતો. આ રસીના ટ્રાન્સપોર્ટેશનમાં કોલ્ડ ચેન જળવાઇ રહે એની ખાસ તકેદારી રાખવામાં આવી હતી.
આ રસીના સ્ટોરેજ માટે પાટનગર નવી દિલ્હીના અને હૈદરાબાદના એરપોર્ટ પર ખાસ કોલ્ડ સ્ટોરેજ ઊભાં કરાયાં હતાં. મોસ્કોથી આસમાની રંગના કન્ટેનરમાં આ રસી રવાના કરાઇ હતી. મોસ્કોથી દિલ્હી સુધીના તમામ ટ્રાન્સપોર્ટેશન દરમિયાન સતત એકધારી કોલ્ડ ચેન જાળવી રાખવામાં આવી હતી. આ રસી ચોક્ક્સ ટેમ્પરેચર પર જ સરુક્ષિત રહે છે એટલે એ તાપમાન જળવાઇ રહે એ રીતે કોલ્ડ ચેન જાળવી રાખવામાં આવી હતી.
આ રસીને બેથી આઠ ડિગ્રીના ટેમ્પરેચરમાં રાખવા ખાસ કન્ટેનર તૈયાર કરાયા હતા. એમાં રસીને ભર્યા બાદ કેન્ટેનરને સીલ કરી દેવાયા હતા.
મોસ્કો એરપોર્ટ પર આ રસીના કન્ટેનર કાર્ગો વિસ્તારમાં પહોંચ્યા બાદ ખાસ હાઇડ્રોલિક લિફ્ટની મદદથી કન્ટેનર વિમાનમાં મૂકાયા હતા અને એજ રીતે દિલ્હી તથા હૈદરાબાદ એરપોર્ટ પર ઊતારીને કોલ્ડ સ્ટોરેજમાં મૂકાયાં હતાં.