રશિયન સેનાના મેજર જનરલ રેન્કના અધિકારીનું મોત થયું

કિવ/મોસ્કો, રશિયન સેના યુક્રેનમાં ભીષણ યુદ્ધ લડી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં રશિયન મિસાઈલોએ કિવ અને ખાર્કિવને નષ્ટ કરી નાખ્યું છે. યુક્રેનનું ખેરસન શહેર હવે રશિયાના કબજા હેઠળ છે. પરંતુ આ લડાઈમાં યુક્રેનની સાથે રશિયાને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. સમાચાર આવી રહ્યા છે કે આ યુદ્ધમાં રશિયન મેજર જનરલ રેન્કના અધિકારી આંદ્રે સુખોવેત્સ્કીનું મોત થયું છે.
યુક્રેન વતી આ યુદ્ધમાં માત્ર સેના જ નહીં પરંતુ ૨૦ હજારથી વધુ લોકો ભાગ લઈ રહ્યા છે, જેમને ઝેલેન્સકીએ હથિયાર આપ્યા છે. ઈસ્ટર્ન યુરોપ મીડિયા પ્લેટફોર્મ નેક્સ્ટા એ આ દાવો કર્યો છે કે મેજર જનરલ આન્દ્રે સુખોવેત્સ્કીનું મૃત્યુ થયું છે.તેએ રશિયન રેન્કના પ્રથમ ઉચ્ચ અધિકારી છે અને પુતિનની સેના માટે મોટો ફટકો છે. ગયા ગુરુવારે શરૂ થયેલા યુદ્ધને હવે આઠ દિવસ વીતી ગયા છે. દેખીતી રીતે આ લડાઈ પુતિને કલ્પના કરી હતી તે રીતે થઈ નથી. બંને સેના એકબીજાને ગંભીર ઈજા પહોંચાડવાનો દાવો કરી રહી છે.
બુધવારે, રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ૪૯૮ યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા છે અને ૧૫૯૭ ઘાયલ થયા છે. મેજર જનરલ ઇગોર કોનાશેન્કોવે એવા અહેવાલોને ફગાવી દીધા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે રશિયાને ભારે નુકસાન થયું છે. મેજર દ્વારા શેર કરાયેલા આંકડા રશિયન સંરક્ષણ મંત્રાલયના આંકડા કરતા ઘણા વધારે હતા. કોનાશેન્કોવે જણાવ્યું હતું કે ૨,૮૭૦ થી વધુ સૈનિકો માર્યા ગયા હતા અને લગભગ ૩,૭૦૦ ઘાયલ થયા હતા, જ્યારે ૫૭૨ અન્યને કેદ કરી લેવામાં આવ્યા હતા.
અગાઉ, વિવિધ પશ્ચિમી દેશોની ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી માહિતીના આધારે, એક વરિષ્ઠ ગુપ્તચર અધિકારીએ દાવો કર્યો હતો કે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ રશિયન સૈનિકોને બંધક બનાવવામાં આવ્યા છે અથવા માર્યા ગયા છે. અધિકારીએ જણાવ્યું કે યુક્રેનિયન દળોએ મોટી સંખ્યામાં રશિયન એરક્રાફ્ટ, ટેન્ક અને કેટલીક સંરક્ષણ પ્રણાલીઓને તોડી પાડી. સોમવારથી રશિયન સેનાએ ખાર્કિવ અને કિવ પર ભારે હથિયારોનો ઉપયોગ શરૂ કરી દીધો છે.SSS