રશિયન સૈનિકે માતાની સામે ૧૧ વર્ષના યુક્રેન બાળકનું યૌન શોષણ કર્યું
કીવ, રશિયા પર માનવાધિકાર અને યુદ્ધ અપરાધોનો સતત આરોપ લગાવી રહેલા યુક્રેને રશિયન સેના પર વધુ એક સનસનાટીભર્યો આરોપ લગાવ્યો છે. યુક્રેને દાવો કર્યો છે કે રશિયન સૈનિકે બુચા શહેરમાં તેની માતાની સામે ૧૧ વર્ષના બાળકનું યૌન શોષણ કર્યું હતું.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રશિયન સૈનિકે તેના કમાન્ડરને તે વીડિયો મોકલ્યો હતો જેમાં તે યુક્રેનિયન બાળકનું યૌન શોષણ કરી રહ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયાએ પોતાના જ સૈનિકને સેક્સ ક્રાઇમના આરોપમાં પકડ્યો છે.
યુક્રેને મીડિયા અહેવાલોને ટાંકીને જણાવ્યું હતું કે આરોપી રશિયન સૈનિક, જેનું નામ એલેગી બાયચકોવ છે, તેણે એક યુક્રેનિયન બાળકનું યૌન શોષણ રેકોર્ડ કર્યું હતું અને તેના અન્ય રશિયન સાથીઓને વીડિયો મોકલ્યો હતો.
જાે કે રિપોર્ટમાં એ સ્પષ્ટ નથી થયું કે આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે. જાે આ વીડિયોની પુષ્ટિ થાય છે તો તે રશિયન સૈનિકો દ્વારા કરવામાં આવેલો સૌથી ભયાનક યુદ્ધ અપરાધ હશે.
ઉલ્લેખનીય છે કે, યુક્રેન સતત રશિયા પર યુદ્ધ અપરાધોનો આરોપ લગાવી રહ્યું છે. હાલમાં જ યુક્રેને ધ સન ઓનલાઈન રિપોર્ટની મદદથી દાવો કર્યો હતો કે ૮ એપ્રિલે યુક્રેનના એક લાખ ૨૦ હજાર બાળકોનું અપહરણ કરવામાં આવ્યું છે.
આરોપ છે કે આ બાળકો પર બળાત્કાર કરવામાં આવી રહ્યો છે અને રશિયાની સરહદ પર તેની તસ્કરી કરવામાં આવી રહી છે.HS