રશિયન હેકર્સની મદદથી ચાલતું ઓનલાઇન પરીક્ષા હેકિંગ રેકેટ ઝડપાયુ
નવીદિલ્હી, દિલ્હી પોલીસના ઇન્ટેલિજન્સ ફયુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ યુનિટ દ્વારા ઓનલાઇન પરીક્ષા હેકિંગ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં છ લોકોનો ધરપકડ કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ રશિયન હેકર્સની મદદથી વિવિધ પરીક્ષા પોર્ટલમાં ધૂસી જતા હતા અને ઉત્તરવહીઓ સાથે છેડછાડ કરતા હતા. દિલ્હી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સિન્ડિકેટ દ્વારા ૮૦૦ માંથી ૭૮૦નો જીએમએટી સ્કોર પણ પ્રાપ્ત થયો હતો. દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા એક આરોપી પર એક લાખ રોકડનું નામ છે અને તે સીબીઆઇની યાદીમાં પણ વોન્ટેડ છે.
૨૦૨૧માં, સીબીઆઇએ આવા એક મોડયુલનો પર્દાફાશ કર્યો જે જેઇઇ મેન્સ સાથે છેડછાડ કરી રહયો હતો. મળતી માહિતી મુજબ રેકેટનો પર્દાફાશ કરવા માટે મુંબઇ, દિલ્હી, ગુડગાંવ અને જયપુરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. પકડાયેલ આરોપીઓ પાસેથી ૧૫ લેપટોપ અને ૯ મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીઓમાંથી એક રાજ તેવતિયા સીબીઆઇના એક મામલામાં વોન્ટેડ છે. તેની હરિયાણાથી ધરપકડ કરવામાં આવી છે. તેના પર એક લાખ રૂપિયાનું નામ જાહેર કરાયેલ છે. આરોપીએ રિમોટ અકસેસ સોફટવેર ડાઉનલોડ કર્યુ હતું.
જે શોધી શકાયું ન હતું. રાજ રશિયન હેકર્સ સાથે સંપર્કમાં હતો અને તે ૨૦૧૮માં રશિયા પણ ગયો હતો. જણાવવામાં આવી રહયું છે કે કેટલાક રશિયન હેકર્સ લોકડાઉન દરમિયાન તેમના ઘરે જ રહેતા હતા. પોલીસે રાજના ઘરેથી પ્રતિષ્ઠિત આઇટી કંપની દ્વારા વિકસાવવામાં આવેલ એક ટૂલ પણ કબજે કર્યુ હતું. જેના દ્વારા હેકર્સ રિમોટ દ્વારા ઓનલાઇન પરીક્ષા સિસ્ટમને હેક કરતા હતા. આરોપીઓએ લેન દ્વારા આઇટી કંપનીનું તે ટૂલ ઇન્સ્ટોલ કર્યુ હતું.HS