રશિયાએ કીવને ઘેર્યું, યુક્રેન પાસે બચવાનો ઓછો સમય
કીવ, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે ૧૭મો દિવસ છે. યુદ્ધમાં અત્યાર સુધી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલ્દોમીર ઝેલેન્સ્કીએ તાજેતરમાં જ જણાવ્યું કે, રશિયાના સૈનિકો યુક્રેનની રાજધાની કીવ પર હુમલો કરવા માટે ફરી એકવાર સંગઠિત થતાં જણાઈ રહ્યા છે. કીવ પર એક નવા હુમલાની જાણકારી એ સમયે સામે આવી રહી છે જ્યારે અમેરિકાએ ક્રેમલિનના વરિષ્ઠ અધિકારીઓ અને રશિયન લોકો પર નવા પ્રતિબંધ મૂક્યા છે. ઉલ્લેખનીય છે કે યુદ્ધનું આ ત્રીજું અઠવાડિયું છે.
ઝેલેન્સ્કી પણ અત્યારે રાજધાની કીવમાં જ છે અને સતત પોતાના દેશના લોકોને સંબોધિત કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે યુક્રેન એક મહત્વના રાજનૈતિક વળાંક પર આવી પહોંચ્યું છે. ઝેલેન્સ્કીએ જણાવ્યું કે, યુક્રેનની સ્વતંત્રતા જાળવી રાખવા માટે આપણી પાસે કેટલા દિવસ બાકી છે તે કહેવું મુશ્કેલ છે.
પરંતુ આપણે તેની રક્ષા કરીશું. આપણે આપણા ઈરાદા અને જીત તરફ આગળ વધી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે શુક્રવારના રોજ રાજધાની કીવ પાસે રશિયન આર્મીનો એક મોટો કાફલો જાેવા મળ્યો હતો. બીબીસીએ પોતાના એક રિપોર્ટમાં જણાવ્યુ હતું કે એક અમેરિકન ફર્મની સેટેલાઈટ તસવીરો પરથી જાણકારી મળી રહી છે કે રશિયન સેનાનો એક મોટો કાફલો કીવ પર હુમલો કરવા માટે તૈનાત કરવામાં આવ્યો છે. આ કાફલાને કીવના ઉત્તર-પશ્ચિમ એન્ટોનોવ એરપોર્ટ પાસે જાેવામાં આવ્યો હતો.
આ ફોટો ક્લિક કરનારી કંપની મેક્સાર ટેક્નોલોજીએ જણાવ્યું કે, કાફલાના થોડા થોડા ભાગ આસપાસના શહેરોમાં વહેંચાયેલા છે. ઉલ્લેખનીય છે કે યુક્રેનમાં રશિયન આર્મી દ્વારા દેશના અલગ અલગ ભાગમાં નવા ટાર્ગેટ પર હુમલો શરુ કરવામાં આવ્યા પછી આ નવા પ્રકારની તૈનાતી જાેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઝેલેન્સ્કી માંગ કરી રહ્યા છે કે યુક્રેનમાં નો ફ્લાઈ ઝોન જાહેર કરવામાં આવે. પરંતુ પશ્ચિમી દેશો યુદ્ધના ડરથી મંજૂરી નથી આપી રહ્યા.
તાજેતરમાં જ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જાે બાઈડને જણાવ્યું કે, નાટો જાે યુક્રેન અને રશિયાની લડાઈમાં વચ્ચે પડશે અને રશિયા સાથે ટકરાશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશે.SSS