રશિયાએ ઝિર્કોન હાઈપરસોનિક મિસાઈલ પ્રણાલીનું પરીક્ષણ કર્યું
મોસ્કો, યુક્રેન સાથેના તણાવ વચ્ચે રશિયાએ ફરીથી એક વખત શક્તિ પ્રદર્શન કર્યું છે. રાષ્ટ્રપતિ પુતિને શુક્રવારે ઘોષણા કરી હતી કે, દેશના રક્ષા દળોએ ઝિર્કોન હાઈપરસોનિક મિસાઈલ પ્રણાલીનું પરીક્ષણ કર્યું છે. રાષ્ટ્રપતિ પુતિને જણાવ્યું કે, શુક્રવારે સવારે ઝિર્કોન હાઈપરસોનિક પ્રણાલીને લોન્ચ કરવામાં આવી હતી. આ અમારી નવીનતમ મિસાઈલ છે જે નૌકાદળ અને જમીની બંને લક્ષ્યો પર પ્રહાર કરી શકે છે.
રશિયન રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, આ પ્રક્ષેપણનો હેતુ રશિયાની સુરક્ષા અને સંરક્ષણ ક્ષમતાને વધારવાનો હતો. પરીક્ષણો સંપૂર્ણપણે સફળ રહ્યું છે. રશિયા દ્વારા આ પગલું ત્યારે ઉઠાવામાં આવ્યું જ્યારે યુક્રેનની સરહદ પર તણાવ ચાલું છે અને અમેરિકા તરફથી વારંવાર ચેતવણી આપવામાં આવી છે કે, રશિયાએ યુક્રેનની સરહદ પર ૧,૦૦,૦૦૦થી વધારે સૈનિકો એકઠા કર્યા છે.
આ વચ્ચે રશિયાની સમાચાર એજન્સીએ એક સ્થાનિક સમાચાર પત્રના હવાલે જણાવ્યું હતું કે, રશિયન સૈનિકોને આવતા વર્ષે વેરી શોર્ટ-રેન્જ એર ડિફેન્સ (વસોહ્રડ) ગિબકા-એસ સિસ્ટમ પ્રાપ્ત કરવા માટેની તૈયારી છે ગિબકા-એસ પ્રણાલીનું પરીક્ષણ રશિયન સેનાએ ૨ વર્ષ અગાઉ કર્યું હતું. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ગિબકા-એસ મિસાઇલો ઓછી અને મર્યાદિત દૃશ્યતા પર ડ્રોન, ક્રૂઝ મિસાઈલ અને ઉચ્ચ-સપાટ શસ્ત્રોને અટકાવી શકે છે.
તણાવ ઓછો કરવાના પ્રયત્નમાં રશિયાના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, તેમના અધિકારીઓ સુરક્ષા ગેરંટી પર નાટો સાથે સીધી વાતચીત કરવા માટે તૈયાર છે.
રશિયાએ અગાઉ નાટો અને અમેરિકાને સુરક્ષા ગેરંટી પર એક દસ્તાવેજ પ્રસ્તુત કર્યો હતો જેમાં એ વાત પર ભાર મુકવામાં આવ્યો હતો કે, પશ્ચિમી સૈન્ય ગઠબંધને પૂર્વમાં પોતાના પ્રભાવનો વિસ્તાર ન કરવો જાેઈએ અને યુક્રેનનો ઉલ્લેખ કરતા પૂર્વ સોવિયોત બ્લોક દેશોને નાટો સદસ્યતા આપતા બચવું જાેઈએ. આ અગાઉ નાટોએ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રશિયાની હાઈપરસોનિક મિસાઈલ યુરોપ એટલાન્ટિક ક્ષેત્રમાં સુરક્ષા અને સ્થિરતા માટે ગંભીર જાેખમ પેદા કરી શકે છે.SSS