Western Times News

Gujarati News

રશિયાએ દુનિયાની પ્રથમ નોઝલ વેક્સિન તૈયાર કરી

નવી દિલ્હી, કોરોના મહામારી સામે ચાલુ જંગમાં એક ઐતિહાસિક પગલું ભરતા કોવિડ વેક્સિન(Corona Vaccine) સ્પુતનિક વી એ નોઝલ વર્ઝનનની નોંધણી કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, રશિયાની આ નવી વેક્સિન દુનિયાની પ્રથમ (First Nasal Vaccine) નોઝલ વેક્સિન છે.

સ્પુતનિક વી દ્વારા શનિવારે ટ્વીટ કરીને કહ્યું કે, રશિયન સ્વાસ્થ્ય મંત્રાલયે કરોનાની સામે દુનિયાની પ્રથમ  નાક દ્વારા આપવામાં આવતી નોઝલ વેકસિન જે સ્પુતનિક વીનું નોઝલ વર્ઝન છે જેની નોંધણી કરી છે.

નોઝલ વેક્સિનને લઈને દુનિયાભરના હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે, આનાથી કોરોનાની લડાઈ વધુ સરળ બની જશે અને આ ઈંજેક્શનની તુલનામાં આપવી પણ સરળ રહેશે.

દુનિયાના કેટલાક બીજા દેશો પણ નોઝલ વેક્સિનની દિશામાં કામ કરી રહ્યા છે પરંતુ હાલમાં માત્ર રશિયા જ એક માત્ર એવો દેશ છે જે નોઝલ વેક્સિન બનાવવામાં સંપૂર્ણપણે સફળ થયો છે. નાક દ્વારા આપવાના કારણે તેને ઈન્ટ્રાનોઝલ વેક્સિન પણ કહેવામાં આવે છે.

આ અગાઉ નોઝલ વેક્સિનને લઈને એક રશિયન સમાચાર એજન્સીએ જાન્યુઆરી મહિનામાં કહ્યું હતું કે, કોવિડ-19 માટે નાકની રસી લોકો માટે ત્રણથી ચાર મહીનામાં ઉપલબ્ધ થઈ જશે. આ નોઝલ વેક્સિન કોરોના વાયરસ સ્ટ્રેનની સામે ઘણી અસરકારક સાબિત થશે.

ગયા વર્ષે ઓક્ટોબરમાં રશિયન સ્વાસ્થ્ય મંત્રાલયે નાક સ્પ્રેના રૂપમાં કોરોના વાયરસ વેક્સિનના પરિક્ષણના રૂપમાં બીજા તબક્કા માટે ગામાલેયા કેન્દ્રને અધિકૃતતા જારી હતી. સ્પુતનિક વી વેક્સિનને ઈમરજન્સી પ્રયોગમાં મોડુ થતા કહેવામાં આવી રહ્યું છે કે, યુક્રેન પર હુમલો કરવાના કારણે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા વેક્સિનના મૂલ્યાંકનની પ્રક્રિયામાં મોડુ કરવામાં આવ્યું છે.

કોરાના સામેની પ્રથમ વેક્સિન સ્પૂતનિક પણ રશિયાએ જ બનાવી હતી. રશિયા તરફથી કહેવામાં આવ્યું છે કે, તેણે દુનિયાની પ્રથમ નોઝલ વેક્સિન બનાવી છે. આ સ્પૂતનિક વેક્સિનનું જ એક નવુ રૂપ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.