રશિયાએ મિસાઈલથી ઓડેસા ઉપર હુમલાઓ કર્યાનો દાવો
(એજન્સી)કિવ, યુદ્ધની સ્થિતિ વચ્ચે રશિયાએ મોટો દાવો કર્યો છે. આજે ૧ મે ૨૦૨૨, રવિવારના રશિયાએ એક નિવેદનમાં કહ્યું કે, યુક્રેનના ઓડેસામાં મિસાઈલથી હુમલો કરી હથિયારોની મોટા જથ્થાને નષ્ટ કરવામાં આવ્યો છે. જાે કે, છેલ્લા ૬૭ દિવસથી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.
ત્યારે બંને દેશ વચ્ચે અનેક વખત વાટાઘાટોનો દોર ચાલ્યો પરંતુ હજુ સુધી યુદ્ધ સમાપ્ત થયું નથી. સમાચાર એજન્સી રોયટર્સે જણાવ્યું કે, અમેરિકા અને યુરોપીયન દેશ દ્વારા યુક્રેનને આપવામાં આવેલા હથિયારોના પુરવઠા પર રશિયાએ હુમલો કર્યો છે. યુક્રેનના ઓડેસા પાસે એક લશ્કરી એરફિલ્ડમાં રનવેને નષ્ટ કરવામાં આવ્યો.
રક્ષા મત્રાલયે કહ્યું કે, તેમણે ઓનિક્સ મિસાઈલનો ઉપયોગ હવાઈ ક્ષેત્ર પર હુમલો કરવા માટે કર્યો હતો. ઓડેસાના ક્ષેત્રીય ગવર્નર મેક્સિમ માર્ચેંકોએ કહ્યું કે, રશિયાએ બેસ્ટિયન મિસાઈલનો ઉપયોગ કર્યો હતો.