રશિયાએ યુક્રેનનાં કીવનું સેન્ટ્રલ રેલવે સ્ટેશન ઉડાવી દીધું
મોસ્કો, રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે ખતરનાક તબક્કે પહોંચી ગયું છે. રશિયન સેનાએ યુક્રેનની રાજધાની કિવને ચારે બાજુથી ઘેરી લીધું છે. રશિયાની સેના પણ યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ તરફ આગળ વધી રહી છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે આઠમો દિવસ છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ પણ યુક્રેનમાંથી રશિયન સૈનિકોને હટાવવાનો ઠરાવ પસાર કર્યો છે.
દરમિયાન આજે બંને દેશો વચ્ચે બીજા રાઉન્ડની વાતચીત પણ યોજાવાની છે. વ્લાદિમીર પુતિનની સેનાએ રાજધાની કિવને ઘેરી લીધું છે. સતત બોમ્બ ધડાકા થઈ રહ્યા છે. રશિયન સેનાએ કિવના સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનને ઉડાવી દીધું. આ હુમલો ત્યારે કરવામાં આવ્યો છે જ્યારે લોકોને સ્ટેશનથી બચાવવામાં આવી રહ્યા હતા. તે જ સમયે, રશિયન સેનાએ ખેરસનને પણ કબજે કરી લીધો છે.
હુમલાની સાથે સાથે શાંતિના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. બંને દેશોના ટોચના અધિકારીઓ બેલારુસ-પોલેન્ડ સરહદ પર બેઠક કરી રહ્યા છે. આ પહેલા યુક્રેને માંગ કરી છે કે વૈશ્વિક ઈન્ટરનેટ પર રશિયા પર પણ પ્રતિબંધ લગાવવો જાેઈએ, જેથી તેના જુઠ્ઠાણાનો પ્રચાર બંધ થાય.
યુદ્ધના કારણે યુક્રેન છોડીને જતા નાગરિકોની સંખ્યા ૧૦ લાખને વટાવી ગઈ છે. આ માત્ર સાત દિવસમાં થયું. યુએનએચસીઆરનું કહેવું છે કે યુક્રેનની ૨ ટકા વસ્તી એક સપ્તાહમાં જતી રહી છે. યુક્રેનિયન પોર્ટ પર હાજર બાંગ્લાદેશી જહાજ પણ રશિયન મિસાઈલ હુમલાની ઝપેટમાં આવી ગયું છે.
યુક્રેનિયન મીડિયા અનુસાર, આમાં બાંગ્લાદેશી ક્રૂ મેમ્બરનું પણ મોત થયું છે. આ જહાજનું નામ બંગલાર સમરિદ્ધ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું છે કે રશિયા પાસે માત્ર ચાર મિત્રો છે. આમાં ઉત્તર કોરિયા, ઈરીટ્રિયા, સીરિયા અને બેલારુસનું નામ આવ્યું છે. ચારેય લોકોએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયા વિરુદ્ધ પ્રસ્તાવના વિરોધમાં મતદાન કર્યું હતું. આ પ્રસ્તાવમાં યુક્રેનમાંથી રશિયન સેના હટાવવાની વાત કહેવામાં આવી હતી.SSS