રશિયાએ યુક્રેન પર છોડેલી રપ૦૦ મિસાઈલોમાંથી ૬૦ ટકા ‘ફુસ્સ’
અમેરીકા-યુક્રેનનો દાવો માત્ર ૪૦ ટકા મિસાઈલ સફળ બાકીની ૬૦ ટકા નિષ્ફળ
(પ્રતિનિધિ દ્વારા)નવીદિલ્હી, છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા રશિયા-યુક્રેન વચ્ચેના યુધ્ધનો તો હાલ પૂરતો કોઈ અંત દેખાતો જ નથી. રશિયા દુનિયાની સૌથી મોટી બીજા નંબરની મહાસતા કહેવાય છે. તેની સામે યુક્રેન તો માત્ર ‘બગલબચ્ચુ’ ગણી શકાય.
તેમ છતાં નાટો દેશોની મદદથી યુક્રેનની સેના લડી રહી છે. રશિયા ટેકનોલોજીમાં નંબર વન ગણાય છે. તેની પાસે જે મિસાઈલો છે તેનો તોડ દુનિયામાં કોઈની પાસે નથી. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે રશિયાની મિસાઈલો, દિશાવિહિન થઈ ગઈ છે. અગર તો નિષ્ફળ થઈ છે.
આ દાવો અમેરીકા-રશિયા તરફથી થઈ રહ્યો છે. તેમના દાવા અનુસાર રશિયા દ્વારા યુક્રેન પર છોડવામાં આવેલી લગભગ રપ૦૦ મિસાઈલોમાંથી માત્રને માત્ર ૪૦ ટકા મિસાઈલો જ સફળ થઈ છે. બાકીની ૬૦ ટકા મિસાઈલો નિષ્ફળ નીવડી છે.
આનો સીધો મતલબ એ કે રશિયાની ૬૦ ટકા મિસાઈલો ‘ફુસ્સ’ થઈ ગઈ છ. ટાર્ગેટ વિનાની મિસાઈલોથી યુક્રેનને નુકશાન થયુ નથી એવો દાવો કરાય છે. તો બીજી તરફ ચેનલોમાં દર્શાવાય છે તે જાેઈએ તો અનેક શહેરો ખંડેર થઈ ગયા છે.
બીજા વિશ્વયુધ્ધમાં પણ કોઈ દેશ સામે આટલા પ્રમાણમાં મિસાઈલોનો ઉપયોગ થયો નથી. એટલો રશિયાએ યુક્રેન સામે કર્યો હોવાનુ કહેવાય છે. નેશનલ ચેનલોમાં આ પ્રકારના અહેવાલો પ્રસિધ્ધ થયા છે. જાે કે યુક્રેન- અમેરીકાના દાવાથી વિપરીત રશિયાના દાવા હોય છે. આમ, દાવા-પ્રતિદાવા વચ્ચે રશિયા-યુક્રેન વચ્ચેનું યુધ્ધ વધુ ભીષણ બની રહ્યુ છે.