રશિયાએ યુધ્ધના ૧૦૦ દિવસમાં ક્રૂડ ઓઈલ વેચીને ૧૦૦ અબજ ડોલરની કમાણી કરી
લંડન , રશિયાએ ફેબ્રુઆરીમાં યુક્રેન ઉપર યુધ્ધ શરૂ કર્યું એ પછી અમેરિકા, યુરોપ અને અન્ય દેશોએ એક પછી એક પ્રતિબંધ લાદી રશિયાને આર્થિક રીતે પાયમાલ કરવા માટેના પગલાંની જાહેરાત કરી હતી. ત્યાં સુધી કે તેને આંતરરાષ્ટ્રીય પેમેન્ટ સિસ્ટમથી કાઢી મૂક્યું હતું અને કમાણી માટેના સૌથી મોટા સ્ત્રોત એવા ક્રૂડ ઓઇલ નહિ ખરીદવાની જાહેરાત કરી હતી.
આમ છતાં, યુદ્ધના ૧૦૦ દિવસ દરમિયાન રશિયાએ ક્રૂડ ઓઇલ વેંચી ૧૦૦ અબજ ડોલરની કમાણી કરી હોવાનો દાવો એક અહેવાલ ખાનગી રિસર્ચ એજન્સીએ કરેલા રિસર્ચમાં થયો છે!સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર (ક્રિયા) નામની સંસ્થા જણાવે છે કે રશિયન ક્રૂડની નિકાસ ચોક્કસ ઘટી છે પણ તેનાથી રશિયા ઉપર આર્થિક બોજ વધ્યો નથી.
યુક્રેન સામેના યુદ્ધમાં રશિયા દૈનિક ૮૮ કરોડ ડોલરનો ખર્ચ કરી રહ્યું છે સામે દૈનિક એક અબજ ડોલરની કમાણી તેને ક્રૂડ નિકાસથી થઈ રહી છે.ક્રિયા જણાવે છે કે નિકાસ ઉપર પ્રતિબંધ ચોક્કસ છે પણ તેમાં છીંડા છે. બ્રિટન અને યુરોપીયન સંઘ હજુ પણ રશિયા ઉપર એનર્જી માટે ર્નિભર છે. આ વર્ષના અંતે યુરોપ પૂર્ણ રીતે રશિયન ક્રૂડની આયાત બંધ કરશે પણ તેનો વિકલ્પ હજુ તૈયાર નથી.
બીજી તરફ રશિયાએ ભારત જેવા દેશને નિકાસ શરૂ કરી છે. યુક્રેન યુધ્ધ પહેલા ભારતની ક્રૂડની આયાતમાં રશિયાનો હિસ્સો ૧ ટકા હતો જે હવે વધી ૧૮ ટકા થયો છે. ભારતમાં આ ક્રૂડ રિફાઈન થઈ ફરી અમેરિકા અને યુરોપમાં પેટ્રોલ, ડીઝલ તરીકે પ્રવેશે છે એટલે પ્રતિબંધની રશિયા ઉપર અસર નથી અને તેની આવકમાં કોઈ મોટો ઘટાડો જાેવા મળ્યો નથી, એમ આ રિસર્ચ નોંધે છે.SS2KP