રશિયાએ વિદેશી કરન્સીની ખરીદી પર ૩૦% કમિશન લાદ્યું

મોસ્કો, યુક્રેન સામે યુદ્ધ છેડતા દુનિયાના ટોચના દેશોએ રશિયા સામે મોરચો માંડ્યો છે. ચારેય તરફથી ઘેરવા માટે રશિયાના ટોચના સેક્ટર્સને નબળું પાડીને આર્થિક રીતે રશિયાને દબાવવાની ચાલ ખેલાઈ રહી છે.
રશિયાના શેરબજાર અને રશિયાની કરન્સી પર તેની ગંભીર અસરો વર્તાઈ રહી છે. ચલણના ઘસારાને રોકવા માટે રશિયાની સેન્ટ્રલ બેંકે વ્યાજદર એક જ ઝાડકે બમણાં કર્યા બાદ હવે વિદેશી કરન્સીની ખરીદ પર ૩૦% કમિશન લાદવાનો ર્નિણય કર્યો છે.
રશિયાની સેન્ટ્રલ બેંકોના આદેશ કરતા પરિપત્રને ટાંકીને બ્રોકરોએ રોઈટર્સને આપેલ માહિતી અનુસાર સેન્ટ્રલ બેંકે કોઇપણ વ્યક્તિ દ્વારા કરન્સી એક્સચેન્જ પર ફોરેન કરન્સીની ખરીદી પર ૩૦% કમિશન વસૂલવાનો આદેશ કર્યો છે.
બેંકનો આ ર્નિણય રશિયન રૂબેલના ઘટાડાને રોકવા મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે. દેશમાં કરેલ રોકાણ પરત ખેંચવા માટે રૂબેલની સામે વિદેશી કરન્સી એક્સચેન્જ થાય અને રૂબેલની મોટાપાયે વેચવાલીને અટકાવવા આ ર્નિણય લેવામાં આવ્યો છે.
સેન્ટ્રલ બેંકે આ અંગે જાહેરમાં આધિકારીક ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો છે પરંતુ બ્રોકરોને આ આદેશનું ફરજિયાત પાલન કરવા સૂચના આપવામાં આવી છે.SSS