રશિયાએ સફળતાપૂર્વક હાયપરસોનિક ક્રુઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું
નવીદિલ્હી: રશિયાની સૈન્યએ નવી હાયપરસોનિક ક્રુઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ ચલાવ્યું. રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પરીક્ષણ રશિયાના ઉત્તરમાં, શ્વેત સમુદ્રમાં સ્થિત એડમિરલ ગોર્શકોવ યુદ્વપોત પર કરવામાં આવ્યુ હતું.. મિસાઇલે બેરન્ટ્સ દરિયાના ૩૫૦ કિ.મી.ના લક્ષ્ય પર ચોકસાઈથી સાત ગણા અવાજ કરતાં ઝડપથી પ્રહાર કર્યો હોવાનું મંત્રાલયે જણાવ્યું હતું.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને કહ્યું છે કે ઝિર્કોન મિસાઇલ અવાજની ગતિથી પણ નવ ગણી ઝડપથી ઉડાન ભરે છે અને તેની અંતર ૧૦૦૦ કિ.મી. છે પુટિને કહ્યું છે કે આ મિસાઇલ તૈનાત કરવાથી રશિયાની સૈન્ય ક્ષમતામાં વધારો થશે. ભૂતકાળમાં રશિયન નેવીએ પણ નવી મિસાઇલના પરીક્ષણો કર્યાં હતાં. ગયા વર્ષે ઓક્ટોબરમાં પુતિનના જન્મદિવસ પર પણ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ કહ્યું કે આ વર્ષે આ પરીક્ષણ પૂર્ણ થશે.
ઝિર્કોન મિસાઇલ યુદ્ધ જહાજાે, સબમરીન, ફ્રિગેટ્સ પર તૈનાત કરવાની યોજના છે. રશિયા અનેક હાયપરસોનિક મિસાઇલો વિકસાવી રહ્યું છે અને આ મિસાઇલ પણ તેમાંથી એક છે. ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો) એ રશિયાની મિસાઇલ પરીક્ષણ અંગે નિવેદન જારી કરતાં કહ્યું કે તેનાથી ઉશ્કેરણીજનક કૃત્યોનું જાેખમ વધશે.
રશિયન હાઇપરસોનિક મિસાઇલો યુરોપ-એટલાન્ટિક ક્ષેત્રમાં સુરક્ષા અને સ્થિરતા માટે ગંભીર ખતરો ઉભો કરી શકે છે,” નાટોએ કહ્યું. નાટો સાથી દેશો રશિયાની પરંપરાગત અને પરમાણુ-સક્ષમ મિસાઇલોની વધતી શ્રેણીને પ્રતિક્રિયા આપવા પ્રતિબદ્ધ છે. અમે રશિયા જે કરી રહ્યું છે તે કરીશું નહીં, પરંતુ અમે આપણા દેશોનો બચાવ કરવા પ્રતિબદ્ધ છીએ.