રશિયાથી કોલસાની આયાત બમણી કરવા ભારતની યોજના

નવી દિલ્હી, યુક્રેન પરના હુમલાના કારણે રશિયાને બાકીની દુનિયાથી અલગ કરવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે. અમેરિકા, યુરોપ અને વિશ્વના અનેક દેશોએ રશિયા પર તમામ પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે. રશિયા દ્વારા નિકાસ કરવામાં આવતા કોલસા અને કાચા તેલને ન ખરીદવા માટે દબાણ બનાવાઈ રહ્યું છે.
આ બંને વસ્તુની નિકાસનો રશિયાના અર્થતંત્રમાં ભારે મોટો ફાળો છે. જાેકે રશિયાના જૂના મિત્ર ભારતે સંકટના આ સમયે તેનો સાથ આપવાનો ર્નિણય લીધો છે. ભારતના સ્ટીલ મિનિસ્ટર રામચંદ્ર પ્રસાદે જણાવ્યું કે, આપણે રશિયા પાસેથી કોકિંગ કોલની આયાત બમણી કરવા માટે યોજના બનાવી રહ્યા છીએ.
રામચંદ્ર પ્રસાદે જણાવ્યું કે, ભારત રશિયા પાસેથી કોકિંગ કોલ ભવિષ્યમાં પણ ખરીદતું રહેશે. ભારત રશિયન કોલસાની આયાત બમણી કરવા માટે યોજના બનાવી રહ્યું છે. ભારતે રશિયા પાસેથી અત્યાર સુધીમાં ૪.૫ મિલિયન ટન કોકિંગ કોલની આયાત કરી છે. જાેકે આ આયાત કયા સમયગાળા દરમિયાન કરવામાં આવેલી તે નથી જણાવાયું.
રશિયા પાસેથી ખરીદવામાં આવેલો ૧.૦૬ મિલિયન ટન કોકિંગ કોલ હાલ જહાજ પર રસ્તામાં છે અને આ મહિનાના અંત સુધીમાં તે ભારત પહોંચશે તેવી આશા છે. સ્ટીલ ઈન્ડસ્ટ્રીમાં કોકિંગ કોલનો ઉપયોગ થાય છે. જ્યારે થર્મલ કોલનો ઉપયોગ ઈલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવા માટે થાય છે.
રશિયાથી આયાત થનારો કોકિંગ કોલનો આ જથ્થો જાન્યુઆરી ૨૦૨૦ બાદ રેકોર્ડ સ્તરે છે. કોકિંગ કોલ અને થર્મલ કોલની વાત કરીએ તો રશિયા ભારતનું છઠ્ઠું સૌથી મોટું સપ્લાયર છે. યુરોપે રશિયન કોલ ઈમ્પોર્ટ કરવાનો ઈનકાર કરી દીધો છે. તેવામાં રશિયા ભારત-ચીનને વધુ ઓછી કિંમતે કોકિંગ કોલ અને થર્મલ કોલ ઈમ્પોર્ટ કરી શકે છે. તે સિવાય બંને દેશ વચ્ચે રૂબલ-રૂપીમાં ટ્રેડિંગની તૈયારી ચાલી રહી છે.SSS