રશિયાના પાટનગર મોસ્કો સહિત ૫૧ શહેરોમાં વિરોધ
મોસ્કો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ગુરુવારે યુક્રેન વિરુદ્ધ યુદ્ધની ઔપચારિક જાહેરાત કરી દીધી. ત્યારબાદ રશિયન સેનાએ યુક્રેન પર આક્રમણ કર્યું.
હવે યુક્રેને પણ રશિયા વિરુદ્ધ બરાબર મોરચો ખોલ્યો છે અને યુક્રેનના રાષ્ટ્રપતિ વલોદિમિર જેલેન્સ્કીએ સેનાને દેશભરમાં તૈનાતની આદેશ પર હત્યાક્ષર કર્યા છે. આ સાથે જ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ અમેરિકા અને નાટો દેશો ઉપર પણ નિશાન સાધ્યું છે અને કહ્યું કે રશિયા સામેની લડાઈમાં અમને એકલા મૂકી દીધા. જાે કે આ બધા વચ્ચે રશિયા જેવા શક્તિશાળી દેશને ટચુકડું યુક્રેન જબરદસ્ત ટક્કર આપી રહ્યું છે.
યુક્રેન ભલે નબળું દેખાઈ રહ્યું હોય પરંતુ તેણે હજુ પણ હાર માની નથી. કિવ તરફ રશિયાની સેના પહોંચે તે પહેલા એક નવી જાણકારી સામે આવી છે. કહેવાય છે કે મેલિટોપોલશહેર પર યુક્રેનની સેનાએ ફરીથી કબજાે જમાવી દીધો છે. યુક્રેને આ સાથે ઈન્ટરનેશનલ ઓટોમિક એનર્જી એજન્સી (આઈએઈએ) ને જાણકારી આપી છે કે ચેરનોબિલ પરમાણુ ઉર્જા પ્લાન્ટનો વિસ્તાર હવે તેમના કંટ્રોલમાં નથી.
કિવ પાસે યુક્રેનની સેનાએ એક પુલ ઉડાવી દીધો છે. આવું તેમણે એટલા માટે કર્યું કારણ કે જેથી કરીને રશિયાની સેનાને ઘૂસતી રોકી શકાય. જાે કે રશિયાના કેટલાક સૈનિકો પહેલેથી જ કિવમાં ઘૂસી ચૂક્યા છે. આ જાણકારી યુક્રેનના રાષ્ટ્રપતિએ પોતે આપી. જાે કા આ રીતે યુક્રેન પર આક્રમણ કરવા બદલ હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન પોતાના જ ઘરમાં ઘેરાયા છે.
રશિયાની રાજધાની મોસ્કો સહિત ૫૧ શહેરોમાં યુદ્ધ વિરુદ્ધ મોટા પાયે પ્રદર્શન થઈ રહ્યા છે. આ બાજુ આક્રોશિત લોકોની ભીડને નિયંત્રિત કરવા માટે મોટા પાયે પ્રદર્શન થઈ રહ્યા છે. લગભગ ૧૪૦૦ લોકોને અત્યાર સુધીમાં અટકાયતમાં લેવાયા છે.
સહયોગી વેબસાઈટ વીઓનમાં છપાયેલા એક સમાચાર મુજબ મોટી સંખ્યામાં લોકો રશિયાના રસ્તાઓ પર પ્રદર્શન કરી રહ્યા છે. ૫૧ શહેરોમાં લગભગ ૧૪૦૦ લોકોની અટકાયત થઈ છે.
પોલીસે એકલા મોસ્કોમાંથી લગભગ ૭૦૦ અને સેન્ટ પીટર્સબર્ગમાંથી ૩૪૦થી વધુ પ્રદર્શનકારીઓને પકડ્યા છે. પ્રદર્શન કરી રહેલા લોકોમાંથી અનેક લોકો એવા છે જેમના પોતાના યુક્રેનમાં ફસાયેલા છે. લોકો યુદ્ધનો વિરોધ કરીને વાતચીતના માધ્યમથી મુદ્દો ઉકેલવાની માગણી કરી રહ્યા છે.
યુદ્ધના વિરોધમાં ગુરુવારે સોશિયલ મીડિયા પર લોકોને પ્રદર્શનમાં સામેલ થવાની અપીલ કરાઈ. જેને જાેતા ભારે ભીડ ભેગી થઈ ગઈ. મોસ્કોના પુશ્કિન ચાર રસ્તે લગભગ ૨૦૦૦ અને ૧૦૦૦ રશિયાના બીજા મોટા શહેર સેન્ટ પીટર્સબર્ગમાં ભેગા થયા.
આ દરમિયાન તેમના હાથમાં યુદ્ધ નથી જાેઈતું ના નારાવાળા બેનર હતા. કહેવાય છે કે રશિયાની સંસદની બહાર પણ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. રશિયાના યુદ્ધવાહક જહાજ પર હાજર જવાને સરન્ડર કરવાની ના પાડી દેતા જ ૧૩ જવાનોના જીવ લઈ લીધા.
એક વીડિયો સામે આવ્યો છે જેમાં રશિયન જહાજ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે મારું સૂચન છે કે તમે તમારા હથિયારો હેઠા મૂકી દો અને આત્મસમર્પણ કરી દો. નહીં તો તમારા પર હુમલો થશે. ત્યારબાદ યુક્રેની પોસ્ટ તરફથી કહેવાયું કે રશિયન જહાજ, ભાડમાં જાઓ. ત્યારબાદ દ્વિપ પર રહેલા તમામ ૧૩ જવાનોને મારી નાખવામાં આવે છે.
યુક્રેને દાવો કર્યો છે કે રશિયાએ કિવ પર રોકેટથી હુમલો કર્યો છે. યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબાએ હુમલાની જાણકારી આપતા કહ્યું કે પુતિનને રોકો અને રશિયાને અલગ થલગ કરો. રશિયાને તમામ જગ્યાઓ પરથી બહાર કરો. અત્રે જણાવવાનું કે રશિયા સતત યુક્રેનની રાજધાની કિવ તરફ આગળ વધી રહ્યું છે. કિવમાં મેટ્રો સ્ટેશન લોકો માટે બોમ્બ શેલ્ટર તરીકે કામ કરે છે. રશિયાના હુમલા બાદ કિવના લગભગ દરેક સ્ટેશન પર મોટી સંખ્યામાં શરણ લીધી છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઓસ્ટ્રેલિયાએ રશિયા પર પ્રતિબંધ લગાવ્યા છે. ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસને રશિયા પર નવા પ્રતિબંધોની જાહેરાત કરી અને આ સાથે જ ચીન ઉપર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ચીન રશિયા પર વેપારી પ્રતિબંધોને ઓછા કરી રહ્યું છે.
યુક્રેન હવે રશિયા સામે આર યા પારની લડાઈમાં ઉતરી પડ્યું છે. ઓદેસા અને બ્લેક સી પાસે બંને દેશોની સેનાઓ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલુ છે. ત્યાં રાજધાની કિવને બચાવવા માટે સેના તૈનાત છે.
રશિયા અને યુક્રેનની સેના વચ્ચે બ્લેક સીના દક્ષિણ-પશ્ચિમમાં યુદ્ધ ચાલુ છે. આ બધા વચ્ચે યુક્રેનની સેનાએ દાવો કર્યો છે કે તેમણે રશિયાના ૮૦૦થી વધુ સૈનિકો માર્યા છે. આ ઉપરાંત રશિયાના ૭ વિમાન અને ૬ હેલિકોપ્ટર પણ તોડ્યા છે.
યુક્રેનના સ્વાસ્થ્ય મંત્રી વિક્ટર લ્યાશકોએ કહ્યું કે રશિયાા હુમલામાં યુક્રેનના ૫૭ નાગરિકો માર્યા ગયા છે અને ૧૬૯ અન્ય લોકો ઘાયલ થયા છે. લ્યાશકોએ એમ પણ કહ્યું કે યુક્રેનના અધિકારી દેશની સ્વાસ્થ્ય સુવિધાઓને ફરીથી તૈયાર કરી રહ્યા છે. જેથી કરીને દુશ્મનાવટના પગલે ઘટી રહેલા ઘટનાક્રમ વચ્ચે ચિકિત્સા સહાયતાની જરૂરિયાતવાળા લોકો માટે જગ્યા બનાવી શકાય.
ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે રોમાનિયા, હંગરી, અને સ્લોવાકિયાના પોતાના સમકક્ષો સાથે ગુરુવારે રાતે વાત કરી. યુક્રેને રશિયન સૈનિકોના હુમલા બાદ પોતાના હવાઈ વિસ્તારને બંધ કર્યો છે. ત્યારબાદ ભારત રોમાનિયા, હંગરી, સ્વોકા ગણરાજ્ય અને પોલેન્ડની જમીન સમરહદોના માધ્યમથી યુક્રેનથી લગભગ ૧૬૦૦૦ ભારતીયોને બહાર કાઢવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વલોદિમિર જેલેન્સ્કીએ પોતાના દેશના સાઈબર હેકર્સ પાસે મદદ માંગી છે.
વોલોદિમિર જેલેન્સ્કીએ કહ્યું કે તેમના દેશના તમામ હેકર્સ રશિયાના સૈનિકો વિરુદ્ધ જાસૂસી સાઈબર મિશન ચલાવવામાં મદદ કરે. આ અગાઉ યુક્રેનના રાષ્ટ્રપતિએ ગુરુવારે નાગરિકોને હથિયારો ઉઠાવીને જંગમાં સામેલ થવાની અપીલ કરી હતી.
અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના ઈરાદા પર શક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે પુતિનની લડાઈ યુક્રેન સુધી જ સિમિત નથી. તેઓ રશિયાને જૂનું સોવિયેત યુનિયન બનાવવા માંગે છે. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ યુક્રેનના રાષ્ટ્રપતિ વલોદિમિર જેલેન્સ્કીએ જણાવ્યું કે યુદ્ધના પ્રથમ દિવસે ૧૩૭ લોકોના મોત થયા છે.SSS