રશિયાના રાષ્ટ્રપતિની હત્યા બાદ જ યુદ્ધ રોકાશે: ગ્રાહમ
વોશિંગ્ટન, અમેરિકાના સાંસદ લિંડસે ગ્રાહમે કહ્યુ કે કોઈએ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યા કરી દેવી જાેઈએ. તેમના અનુસાર આ બાદ જ યુદ્ધ રોકાઈ શકે છે. તેમણે આ વાત એક લાઈવ કાર્યક્રમમાં કહી. દક્ષિણ કેરોલિનાના રિપબ્લિકન સાંસદ લિંડસેએ એ પણ કહ્યુ કે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનુ પુતિનને જીનિયસ કહેવુ એક મોટી ભૂલ હતી. રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા એક અઠવાડિયાથી યુદ્ધ ચાલી રહ્યુ છે. પુતિનના આ પગલા બાદ રશિયા પર અમેરિકા સહિત કેટલાક પશ્ચિમના દેશોએ પ્રતિબંધ લગાવી દીધા છે.
લિંડસે ગ્રાહમે કહ્યુ, રશિયામાં કોઈપણ માટે આ વ્યક્તિને બહાર કાઢવાનો એકમાત્ર રસ્તો તેને મારી નાખવાનો છે. જાે આવુ કરવામાં આવ્યુ તો પછી આ દેશ અને દુનિયા માટે એક મહાન સેવા હશે. માત્ર રશિયાના લોકો જ આ કામ કરી શકે છે. કહેવુ સરળ છે કરવુ મુશ્કેલ.
બાઈડન વહીવટીતંત્રએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના કેટલાક લોકો પર નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે. નવા પ્રતિબંધો અનુસાર પુતિનના પ્રેસ સચિવ દમિત્રી પેસકોવ અને રશિયાના મોટા ઉદ્યોગપતિ અલીશેર બુરહાનોવિચની સાથે જ પુતિનના વધુ એક નજીક પર નિશાન સાધવામાં આવ્યુ છે. અમેરિકાના વિદેશ વિભાગે આ જાહેરાત પણ કરી કે તે ૧૯ રશિયન વેપારીઓ અને તેમના પરિજન તથા સંબંધીઓ પર વિઝા પ્રતિબંધ લગાવી રહ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડન અને તેમના સહયોગી દેશોએ યુક્રેન પર હુમલો કરવા માટે રશિયા વિરુદ્ધ વૈશ્વિક અર્થવ્યવસ્થાને હથિયાર બનાવ્યુ છે અને આના પરિણામે ઘણા ઝડપથી આની અર્થવ્યવસ્થાની કમર તૂટી રહી છે.SSS