રશિયાના હુમલાથી બચવા માટે યુક્રેનની અમેરિકા મદદ કરશે

વોશિંગ્ટન, અમેરિકાએ યુક્રેનને સૈન્ય સહાયતા તરીકે ૬ કરોડ ડોલર આપવાનું વચન આપ્યું છે. રાષ્ટ્રપતિ જાે બાઇડને યુક્રેનના તેના સમકક્ષ વ્લાદિમીર જેલેન્સ્કી સાથે બુધવારે વ્હાઇટ હાઉસમાં થનારી બેઠક પહેલા તેની જાહેરાત કરી છે. બાઇડન પ્રશાસને કોંગ્રેસને એક સૂચનામાં જણાવ્યું કે યુક્રેન માટે સહાયતા પેકેજ ‘તેની સરહદ પર રશિયન સૈન્ય ગતિવિધિમાં મોટી વૃદ્ધિ’ અને મોર્ટાર હુમલા, સંઘર્ષ વિરામ સંધિના ઉલ્લંઘન અને ઉશ્કેરણીના અન્ય કાર્યવાહીના કારણે જરૂરી છે.
સૂચનામાં કહેવામાં આવ્યું છે કે યુક્રેન સરહદે રશિયાના નિર્માણે યુક્રેનની સૈન્યની રશિયન ઘૂસણખોરી સામે લડવાની ક્ષમતાના અભાવને છતી કરે છે.
રશિયાના જાેખમનો સામનો કરવા માટે યુક્રેનની આ ખામીઓને તાત્કાલિક દૂર કરવાની જરૂર છે. જેલેન્સ્કી વ્હાઇઠ હાઉસમાં બાઇડન સાથે મુલાકાત કરશે. આ દરમિયાન પ્રશાસન ક્રીમિયા પર રશિયાના કબ્જા અને દેશના પૂર્વના વિસ્તારમાં સશસ્ત્ર અલગતાવાદીઓને સમર્થન આપવાની સ્થિતિમાં યુક્રેનની સાર્વભૌમત્વ માટે એકતા વ્યક્ત કરી શકે છે.
બીજી તરફ જેલેન્સ્કી યુક્રેસમાંથી પસાર થતી જર્મનીની ‘નોર્ધ સ્ટ્રીમ ૨ પાઇપલાઇન’ના નિર્માણમાં અવરોધ ઉત્પન્ન ન કરવાના ર્નિણય પ્રત્યે ટેકો પણ જાહેર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ગત મહિને રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ ખૂબ જ વધી ગયો હતો. બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ હતી. આ તણાવને ઘટાડવા માટે અમેરિકા અને યૂરોપિયન દેશોએ પણ નિવેદન જાહેર કર્યા હતા.
જાેકે બાદમાં રશિયાના સંરક્ષણ મંત્રી સગ્રેઈ શોઇગુએ જાહેરાત કરી કે રશિયન સેના યુક્રેનની સરહદ પરથી પાછળ ખસવાનું શરૂ થઈ જશે.HS