રશિયાની એક તરફ વાતચીત, બીજી તરફ હુમલો: યુક્રેન

નવીદિલ્હી, રશિયા-યુક્રેન સંકટનો આજે છઠ્ઠો દિવસ છે. રશિયાના હુમલાથી યુક્રેનની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. સતત હુમલાને કારણે સામાન્ય લોકોની સાથે મોટી સંખ્યામાં સૈનિકોને પણ જાનહાનિનો સામનો કરવો પડ્યો છે. ઘણા શહેરોમાં થઈ રહેલા વિસ્ફોટોની વચ્ચે મોટી સંખ્યામાં લોકો સ્થળાંતર કરી રહ્યા છે, જ્યારે એવા લોકો પણ મોટી સંખ્યામાં છે જેઓ ખૂબ જ ડરી ગયા છે.
આ દરમિયાન યુક્રેન અને રશિયાએ ગઈકાલે બેલારુસમાં પાંચ કલાક સુધી વાતચીત કરી હતી. વાતચીતમાં કોઈ ઉકેલ મળી શક્યો નથી, જ્યારે હવે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીનું કહેવું છે કે રશિયન સૈનિકોએ યુક્રેન પર તોપમારો તેજ કરી દીધો છે. રાષ્ટ્રપતિએ તેને સોમવારની મંત્રણા દરમિયાન તેમની સરકારને ઝુકવા માટે દબાણ કરવાનો પ્રયાસ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે હવે રશિયા દબાણની રાજનીતિ કરી રહ્યું છે.
મોડી રાતના વિડિયો સંબોધનમાં ઝેલેન્સ્કી કહે છે કે “હું માનું છું કે રશિયા યુક્રેન પર ગોળીબાર વધારીને દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. “કોઈ માહિતી આપવામાં આવી નથી. પરંતુ તેમનું કહેવું છે કે યુક્રેન ઝુકવા તૈયાર નથી. ઝેલેન્સકી કહે છે કે રશિયાએ રાજધાની કિવને ટાર્ગેટ કરી રહ્યું છે. આ યુદ્ધમાં એક મહત્વપૂર્ણ લક્ષ્ય છે.રશિયન સેનાએ પણ ખાર્કિવ શહેર પર રોકેટ આર્ટિલરીથી ગોળીબાર કર્યો હતો.HS