રશિયાની કોરોના રસીને ભારતમાં વેચવા માટે કરાર
નવીદિલ્હી, દિલ્હીની મેનફાઇડ ફાર્માએ આરડીઆઇએફની સાથે સ્પુતનિક વી માટે ડિલ કરી છે પણ તેની ભારતમાં કેટલા ડોઝની ડિલ થઇ છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી બીજી તરફ ઇઝરાયેલે પોતાની કોરોના રસીનું ના બ્રીલાઇફ રાખ્યું છે.જેના હ્યુમન ટ્રાયલ ઓકટોબરના છેલ્લા અઠવાડીયાથી શરૂ થવાના છે. ઇઝરાયેલે ઓગષ્ટમાં દાલો કર્યો હતો કે તેણે કોરોનાની રસી બનાવી લીધી છે.
ડો. રેડ્ડી લેબ્સે કહ્યું કે તેમણે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા પાસેથી સ્પુતનિક વીના ફેઝ ૨ અને ૩ના કિલનિકલ ટ્રાયલની મંજુરી મળી ગઇ છે.મલ્ટી રેન્ટ રેન્ડમાઇઝડ કન્ટ્રોલ ટ્રાયલમાં એ જાેવામાં આવી રહ્યું છે કે આ રસી કેટલી અસરકારક અને સલામનત છે આ રસી ગામલેયા નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ એપિડેમિયોલોજી અને માઇક્રોબાયોલોજીએ તૈયાર કરી છે.સ્પુતનિક વી દુનિયાની પહેલી એવી રસી છે જે રજિસ્ટર્ડ થઇ છે.હાલમાં રશિયામાં તેના ફેઝ ૩નું ટ્રાયલ ચાલી રહ્યું છે.
ઇઝરાયેલે કોરોનાની રસીનું નામ બ્રીલાઇન આપ્યું છે કારણ કે રસી ઇઝરાઇલ ઇન્સ્ટિટયુટ ઓફ બાયોલોજિકલ રિસર્ચે તૈયાર કરી છે.બ્રીનો અર્થ હિબ્રુ ભાષામા સ્વાસ્થ્ય આઇએલનો અર્થ ઇઝરાયેલ અને જીવન રસીના પ્રથમ ફેઝનું હ્યુમન ટ્રાયલ ૨ સેન્ટર ૧૦૦ લોકો પર થશે સુરક્ષિત જણાતા બીજા ફેઝમાં એક હજાર પર.HS