રશિયાની કોરોના વેક્સિનના ભારતમાં દર વર્ષે 10 કરોડ ડોઝ બનશે
મોસ્કો, ભારતમાં કોરોનાના કહેર વચ્ચે રશિયાની કોરોના વેક્સિનનુ ભારતમાં ઉત્પાદન કરવામાં આવશે.રશિયા અને ભારત વચ્ચે આ માટે સંમતિ થઈ છે. ભારતમાં રશિયાની કોરોના વેક્સિન સ્પુટનિકના દર વર્ષે 10 કરોડ ડોઝનુ ઉત્પાદન કરવામાં આવશે.રશિયાના સાવરેન વેલ્થ ફંડે આ બાબતની જાણકારી આપતા કહ્યુ હતુ કે, કોરોના વાયરસની આ રસીનુ ઉત્પાદન 2021માં શરુ કરવાનુ લક્ષ્ય છે.હાલમાં રશિયન વેક્સિનની ત્રીજા તબક્કાની ટ્રાયલ યુએઈ, બેલારુસ, વેનેઝુએલા અને બીજા દેશોમાં ચાલી રહી છે.
રશિયાએ દાવો કર્યો છે કે, અન્ય અમેરિકન દવા કંપનીઓ મોર્ડના અને ફાઈઝર દ્વારા બનાવાતી વેક્સન કરતા રશિયાની સ્પુતનિક વેક્સિન સસ્તી હશે, રશિયન વેક્સિનની કિંમત આગામી મહિને જાહેર થવાની છે.જ્યારે ફાઈઝર અને મોર્ડના વેક્સિનનો એક ડોઝ 1500 થી 2000 રુપિયાનો હોઈ શકે છે.
રશિયાનો તો એવો પણ દાવો છે કે, સ્પુતનિક વેક્સિન કોરોના સામે 92 ટકા સફળ પૂરવાર થઈ છે.જો જાહેરાત પ્રમાણે ભારતમાં આ રસીનુ ઉત્પાદન થયુ તો લોકોને કોરોના વેક્સિનના એક કરતા વધારે વિકલ્પ મળી શકશે.