રશિયાની પેટ્રોલિયમ કું.માંથી હિસ્સો વેચતી બ્રિટિશ કંપની

લંડન, રશિયાએ નાટોની જીદ પકડી બેઠેલા યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરતા સમગ્ર વિશ્વ પુતિનના આ આકરા વલણની સામે વિરોધ દર્શાવી રહ્યું છે. રશિયા સામે અનેક દેશોએ આર્થિક પ્રતિબંધો લાદવાનું શરૂ કર્યું છે. રશિયા સામે મોરચો માંડતા બ્રિટિશ પેટ્રોલિયમે પણ રશિયાની દિગ્ગજ ઓઈલ કંપનીને બાનમાં લીધી છે.
બ્રિટિશ પેટ્રોલિયમે રોસનેફ્ટમાં ૧૯.૭૫% હિસ્સેદારી વેચી છે. રશિયાની મહાકાય ઓઈલ કંપની જેનું ગુજરાત કનેક્શન પણ છે તેમાં બીપીએ પોતાનો હિસ્સો વેચી દીધો છે.
બ્રિટિશ પેટ્રોલિયમના બોર્ડે રવિવાર, ૨૭ ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે કંપની ૨૦૧૩થી તેમની પાસે રહેલા ૧૯.૭૫ ટકા હિસ્સાના વેચાણ સાથે રોસનેફ્ટમાંથી બહાર નીકળી જશે. રવિવારે એક સત્તાવાર નિવેદનમાં કંપનીએ કહ્યું, “બીપીના મુખ્ય કાર્યકારી અધિકારી બર્નાર્ડ લૂની તાત્કાલિક અસરથી રોઝનેફ્ટના બોર્ડમાંથી રાજીનામું આપી રહ્યા છે.” બીપી દ્વારા નોમિનેટ કરાયેલા અન્ય ડિરેક્ટર, બીપી ગ્રુપના ભૂતપૂર્વ સીઈઓ બોબ ડુડલી પણ બોર્ડમાંથી રાજીનામું આપી રહ્યા છે.
બીપીનું પગલું રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન રશિયા વિરુદ્ધ એક મોટો કોર્પોરેટ ર્નિણય છે. રશિયન મિલિટ્રીને ઈંધણ પુરી પાડતી કંપનીઓમાં રોસનેફ્ટનું નામ ટોચ પર છે. રોસનેફ્ટમાં રશિયાની સરકારનો ૪૦% હિસ્સો છે. એક અહેવાલ અનુસાર આ પગલાંથી બીપીને જ ૨૫ અબજ ડોલરનું નુકશાન થવાની આશંકા છે.SSS