રશિયાની વેક્સીન લીધા પછી 7માંથી 1 વ્યક્તિ પડી રહી છે બીમાર
રુસ, દેશમાં ઝડપથી કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. અને દરેક વ્યક્તિ કોરોનાની વેક્સીનની રાહ જોઇ રહ્યું છે. ભારતમાં બની રહેલી કોરોના વેક્સીન પહેલા જ રશિયાથી કોરોના વેક્સીન Sputnik V ભારત આવવાની આશા સેવાઇ રહી છે. જો કે આ વચ્ચે ખબર આવી છે કે રશિયાની વેક્સીન લેનાર 7માંથી 1 વોલેન્ટિયરમાં તેના સાઇડ ઇફેક્ટ જોવા મળી રહ્યા છે. આ વાતનો ખુલાસો રશિયાના સ્વાસ્થય મંત્રી મિખાઇલ મુરાશ્કોએ કર્યો છે.
મુરાશ્કોએ મોસ્કો ટાઇમ્સમાં આપેલા પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે કે વેક્સીન લેનાર લગભગ 14 ટકા લોકોમાં તેની સાઇડ ઇફેક્ટ જોવા મળી છે. તેમણે કહ્યું કે કોરોના વેક્સીન લેનાર એક વ્યક્તિએ જણાવ્યું કે આ ડોઝ લીધા પછી તેને નબળાઇ અને માંસપેશીમાં દુખાવાની તકલીફ થઇ હતી. જો કે તેમણે એ પણ કહ્યું કે કોરોના વેક્સીન પછી આ રીતની મુશ્કેલીઓ આવશે તે વિષે તેમને પહેલાથી જાણકારી હતી. જો કે આવનારા દિવસોમાં બધુ ઠીક થઇ જશે.
ઉલ્લેખનીય છે કે આ વેક્સીનના ક્લિનિક્લ ટ્રાયલના શરૂઆતી પરિણામો 4 ડિસેમ્બરે ધ લેંસેટ જર્નલમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કહ્યું હતું કે આ વેક્સીનને 76 લોકોને આપવામાં આવી હતી. વેક્સીન સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું બહાર આવ્યું છે. જર્નલમાં કહેવામાં આવ્યું છે કે 21 દિવસની વોલેન્ટિયર્સના શરીરમાં બીજી કોઇ પ્રકારની સાઇડ ઇફેક્ટની સાથે એન્ટીબોડી બની ગઇ હતી.