રશિયાની સેન્ટ્રલ બેંકે મુખ્ય વ્યાજ દર બમણાં કરી દીધા

મોસ્કો, યુક્રેન સામે છેડેલા જંગને કારણે અર્થવ્યવસ્થાને મોટાપાયે નુકશાન થઈ રહ્યું છે. આ નુકશાન સામે ઈકોનોમીને સપોર્ટ આપવા માટે રશિયાએ વ્યાજદર બમણાંથી પણ વધુ કર્યા છે. સોમવારના એક અહેવાલ અનુસાર રશિયાની સેન્ટ્રલ બેંકે મુખ્ય વ્યાજ દરને વધારીને ૨૦ ટકા કર્યા છે.
રશિયન ચલણના ઘસારાને અટકાવવા, વિદેશમાંથી પરત ખેંચાતા ફંડને અટકાવવવા માટે સેન્ટ્રલ બેંકે સોમવારે જાહેરાત કરી હતી કે, તે દેશના મુખ્ય વ્યાજદરને ૯.૫ ટકાથી વધારીને ૨૦ ટકા કરી રહી છે.
સેન્ટ્રલ બેંકે નિવેદનમાં જણાવ્યું હતું કે, બેંક ઓફ રશિયાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે મુખ્ય દર વધારીને ૨૦ ટકા કરવાનો ર્નિણય લીધો છે.
રશિયન સેન્ટ્રલ બેંકના આ ર્નિણય બાદ રશિયાની કરન્સી રૂબેલ સુધરીને ૯૯ ડોલરના સ્તરે આવ્યો છે પરંતુ આજના દિવસમાં હજી પણ ૨૦%નો કડાકો રશિયન રૂબેલમાં જાેવા મળી રહ્યો છે.SSS