રશિયાને આતંકવાદી દેશ જાહેર કરવા રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની માગ
કીવ, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગની વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ બ્રિટનના સાંસદોને સંબોધન કર્યુ હતુ અને રશિયા પર વધુ આકરા પ્રતિબંધો લાદવા માટે માગ કરી હતી.
યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યુ હતુ કે, અમે પશ્ચિના દેશો જે સહાય કરી રહ્યા છે માટે આભારી છે અને બ્રિટનનો પણ આભાર માનીએ છે.
જેલેન્સ્કીએ બ્રિટિશ સાંસદોને અપીલ કરતા કહ્યુ હતુ કે, રશિયા સામે વધારે પ્રતિબંધો લાગુ કરવામાં આવે અને આ દેશને આતંકવાદી દેશ જાહેર કરવામાં આવે.
જેલેન્સ્કીએ ફરી બ્રિટનને અપીલ કરી હતી કે, યુક્રેનનુ આકાશ સુરક્ષિત રાખવા માટે મદદ કરવામાં આવે.અમારો દેશ રશિયાના આક્રમણ સામે આખરી શ્વાસ સુધી લડશે.અમે હાર નહીં માનીએ અને હારીશું પણ નહીં.