રશિયાને ઘેરવા અમેરિકાએ ૧૨ હજાર સૈનિકો યુક્રેન મોકલ્યા
વોશિંગ્ટન, રશિયા અને યુક્રેન વચ્ચેનું યુધ્ધ ખતરનાક વળાંક પર આવીને ઉભુ છે. બંને પક્ષો આર પારના મૂડમાં હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે અમેરિકા સહિતના પશ્ચિમી દેશો પણ યુક્રેનને મદદ કરી રહ્યા છે.
અમેરિકાએ હવે એક ડગલુ આગળ વધીને રશિયાની ઘેરાબંધી કરવા માટે ૧૨૦૦૦ સૈનિકોને મોકલ્યા છે.સાથે સાથે અમે્રિકન પ્રમુખ જાે બાઈડને કહ્યુ છે કે, અમે નાટોના દરેક વિસ્તારની રક્ષા કરીશું .
બાઈડને યુક્રેન સાથે જાેડાડેયાલ લાતવિયા, એસ્ટોનિયા, લિથુઆનિયા, રોમાનિયામાં સેના મોકલી છે. તેમણે કહ્યુ હતુ કે. યુક્રેનના લોકોએ રશિયન સૈન્યનો સામનો કરવા માટે ભારે બહાદુરી બતાવી છે.અમેરિકા તેમના બચાવમાંથી પાછળ હટી શકે તેમ નથી.અમે યુક્રેનને અને યુરોપમાં અમારા સાથીદારોને સમર્તન આપતા રહીશું.
બાઈડને કહ્યુ હતુ કે, અમે સૈનિકોને મોકલ્યા છે અને તેનો હેતુ રશિયાને ઘેરવાનો છે.અમે યુધ્ધમાં કુદીશું તો સ્પષ્ટ છે કે, ત્રીજુ વિશ્વ યુધ્ધ થશે.અમે યુક્રેનમાં ત્રીજુ વિશ્વ યુધ્ધ લડવા નથી માંગતા.અમેરિકન પાયલોટ્સ અને સૈનિકો વિમાનો તેમજ ટેન્ક સાથે રવાના થઈ રહ્યા છે અને રશિયા મજાક ના સમજે.SSS