રશિયામાં કોરોનાના કેસોની સંખ્યા વધી 3.53 લાખ થઇ

રિકવર થયેલા લોકોની સંખ્યા ૧૧૮૭૯૮ થઇઃ રશિયામાં ગંભીર રહેલા દર્દીની સંખ્યા ૨૩૦૦ પર પહોંચીઃ રિપોર્ટ
મોસ્કો, રશિયામાં પણ કોરોના વાયરસના કેસોની સંખ્યામાં અવિરત વધારો થઇ રહ્યો છે. વિવિધ પગલાઓ લેવામાં આવ્યા હોવા છતાં કેસોમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. રશિયા કેસોની દ્રષ્ટીએ હવે સ્પેન કરતા આગળ નિકળી ત્રીજા ક્રમાંક પર છે. વિશ્વભરમાં કોરોના વાયરસનો આતંક યથાવતરીતે જારી રહ્યો છે.
રશિયાની વાત કરવામાં આવે તો અમેરિકા બાદ બીજા નંબર રશિયા રહેલું છે. હવે અમેરિકા બાદ બ્રાઝિલ અને ત્યારબાદ રશિયા ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. હજુ સુધી સ્પેન બીજા સ્થાને હતું પરંતુ રશિયામાં સતત કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. કોરોનાના કારણે રશિયાની પણ હાલત કફોડી બનેલી છે. રશિયામાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૫૯૯થી વધુ નવા કેસ નોંધાયા છે અને કેસોની સંખ્યા વધીને ૩૪૪૪૮૧ સુધી પહોંચી ગઇ છે. કેસોની સાથે સાથે મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે.
રશિયામાં મોતનો આંકડો વધીને ૩૫૪૧ સુધી પહોંચી ગયો છે. એÂક્ટવ કેસોની વાત કરવામાં આવે તો રશિયામાં આંકડો ૨૨૭૬૪૧ પર પહોંચી ગયો છે જ્યારે રિકવર લોકોની સંખ્યા ૧૧૩૨૯૯ પહોંચી ગઈ છે. અન્ય દેશોની જેમ રશિયામાં પણ Âસ્થતિ વધુ કફોડી બનેલી છે. દુનિયાના સમગ્ર દેશોમાં આ આતંક યથાવતરીતે જારી રહ્યો છે અને સતત વધી પણ રહ્યો છે. રશિયન તંત્ર કોરોનાને રોકવામાં બિલકુલ નિષ્ફળ સાબિત થઇ રહ્યું છે. રશિયામાં ૩૫૪૧ લોકોના કોરોના કારણે મોત થઇ ચુક્યા છે.
રશિયામાં કેસો ત્રણ લાખથી પણ ઉપર નોંધાઈ ચુક્યા છે. ૩૦મી જાન્યુઆરીના દિવસે પ્રથમ કેસ નોંધાયા બાદથી હજુ સુધી સ્પેનમાં કેસોની સંખ્યા અવિરત વિશ્વમાં લાખો લોકોને સકંજામાં લઇ ચુકેલા કોરોના વાયરસના કારણે રશિયામાં હાલત અતિ ખરાબ થઇ ચુકી છે. આનો અર્થ એ થયો કે કે કોરોના ફેલાવાની ગતિ સ્પેનમાં હાલમાં સૌથી વધુ જાવા મળી રહી છે. મોત અને કેસોની સંખ્યા ચિંતાજનકરીતે વધી રહી છે. Âસ્થતી હાલમાં બેકાબુ બનેલી છે. દુનિયાના દેશોમાં લોકડાઉનના નિયમો અમલી છે.