રશિયામાં નિકાસ થતા માલ પર વીમો નહીં મળતા વેપારીઓની ચિંતા વધી
(એજન્સી)અમદાવાદ, ભારતમાંથી યુરોપના દેશોમાં નિકાસ કરતાં નિકાસકારોને હવે તેમના માલનો ઈન્સ્યોરન્સ નહીં મળે. એકસપોર્ટ ક્રેડીટ ગેરેન્ટી કોર્પોરેશન ઓફ ઈન્ડીયા ઈસીજીસી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે ભારતીય નિકાસકારોને યુરોપના દેશોમાં કરવામાં આવતા નિકાસ પર મોટો ફટકો પડયો છે. જેના કારણે મોટી સંખ્યામાં નિકાસ અટકી શકે છે.
નિષ્ણાતોએ જણાવ્યું કે, નિકાસકારોને તેમના માલના ઈન્સ્યોરન્સ નહી મળતા નિકાસકારોને નિકાસ કરવાનું બંધ કરી રહયાં છે. જેના કારણે દેશમાંથી થતી નિકાસ બંધ થતા અને આયાત બંધ થતા આવનાર સમયમાં કેટલીક વસ્તુઓના ભાવમાં ઉછાળો નોંધાશે.
યુદ્ધની પરીસ્થિતીને ધ્યાનમાં લઈને ભારતની એકસપોર્ટ ક્રેડીટ ગેરેન્ટી ફંડ ઈન્સ્યોરન્સ હવેથી કોઈપણ માલ રશિયા નિકાસ થતો હશે, ત્યારે તેમાં કોઈ પ્રકારનું નુકશાન થાય તો તેને ઈન્સ્યોરન્સમાંથી કવર કરવામાં નહીં આવે એટલે કે નુકશાન થાય તો તેમને નુકશાનીનો દાવો નહી મળે.
આ નિર્ણય થતા ભારતભરના નિકાસકારોને નુકશાન થશે. ભારતમાંથી મોટા પ્રમાણમાં ખાધ પદાર્થ ટેક્ષટાઈલ, કેમીકલ અને દવાનું નિકાસ યુરોપના બજારોમાં થાય છે. આ નિકાસ અટકી જવાથી તેના ઉત્પાદનો બંધ થશે અને ત્યાંથી આવતી વસ્તુઓ બંધ થવાના કારણે કેટલીક વસ્તુઓના ભાવમાં પણ વધારો થઈ શકે છે. આ સ્થિતીમાં ઈમ્પોર્ટ-એકસપોર્ટનો વેપાર કરતા વેપારીઓની સ્થિતી કફોડી બની છે.