રશિયામાં પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, ૧૬ના મોત સંખ્યાબંધ ઘાયલ
મોસ્કો, રશિયાના એક કેમિકલ પ્લાન્ટમાં ભીષણ આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ અત્યારસુધી ૧૬ લોકોના મોત નિપજ્યાના અહેવાલ સામે આવ્યા છે.
આ આગ મોસ્કોના દક્ષિણપૂર્વ સ્થિત એક પ્લાન્ટમાં લાગી હતી, જ્યાં વિસ્ફોટકની સાથે સાથે હથિયાર બનાવવામાં આવે છે. ઘણા લોકો ગાયબ હોવાના પણ અહેવાલ છે, રશિયાના સોશિયલ મીડિયા પર આ ભયાનક દુર્ઘટનામાં પણ વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં મોસ્કોથી ૩૦૦ કિમી દૂર જંગલમાં લેસનોએ ગામની ફેક્ટ્રીમાં ઘણી કારોમાં પણ આગ લાગવાની ઘટના દેખાઈ રહી છે.HS