Western Times News

Gujarati News

રશિયામાં મૌલાનાઓએ ૪ લગ્નની મંજૂરીનો ફતવો પાછો ખેંચ્યો

સરકારે ઈસ્લામિક સંગઠનને નોટિસ મોકલ્યાના કલાકો બાદ જ ફતવો પાછો ખેંચ્યો

ઇલ્દરે કહ્યું હતું કે ફતવામાં માત્ર ઇસ્લામિક સિદ્ધાંતને સ્પષ્ટ કરવામાં આવ્યા હતા, તેને કાનૂની અધિકાર બનાવવાનો કોઈ પ્રયાસ નથી

મોસ્કો,
રશિયામાં ટોચની ઇસ્લામિક સંસ્થા (ડ્ઢેંસ્) એ મુસ્લિમ પુરુષોને ચાર પત્નીઓ રાખવાની મંજૂરી આપતો વિવાદાસ્પદ ફતવો પાછો ખેંચી લીધો છે. સ્થાનિક મીડિયા અનુસાર, ૧૭ ડિસેમ્બરના રોજ, ઇસ્લામિક સંસ્થા ડ્ઢેંસ્ એ એક ફતવો બહાર પાડ્યો હતો જેમાં એકથી વધુ મહિલાઓ સાથે લગ્ન કરવાની પરવાનગીની માંગના કિસ્સામાં જેમની પત્નીની તબિયત ખરાબ હોય અથવા વૃદ્ધ હોય તો પુનઃલગ્નની મંજૂરી આપવામાં આવી હતી.ફતવામાં કહેવામાં આવ્યું હતું કે એક પુરુષ ચાર પત્નીઓ રાખી શકે છે, જો કે તે બધી પત્નીઓને સમાન સુખ સુવિધા આપવાની સાથે જ સમાન વર્તાવ પણ કરે. જો કે દેશભરમાં તેની ટીકા થઈ રહી હતી.

ફતવો જારી થયાના છ દિવસ બાદ સોમવારે સરકારે ઈસ્લામિક સંગઠનને નોટિસ મોકલી હતી. તેના થોડા કલાકો પછી જ ડ્ઢેંસ્ એ ફતવો પાછો ખેંચવાની જાહેરાત કરી હતી. ડીયુએમના પ્રમુખ શમિલ અલયાઉતદીનોવે ફતવો પાછો ખેંચવા અંગે કહ્યું હતું કે આ જ અલ્લાહની ઈચ્છા છે. આ મુદ્દે ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી.માનવાધિકાર પરિષદના સભ્ય કિરીલ કબાનોવે ઈસ્લામિક ધર્મગુરુઓ પર દેશમાં શરિયા કાયદો લાદવાનો પ્રયાસ કરવાનો અને રશિયન બંધારણનો અનાદર કરવાનો આરોપ મૂક્યો હતો.

સંસદીય પારિવારિક બાબતોના વડા નીના ઓસ્ટાનિનાએ કહ્યું કે આ ફતવો રશિયન ધર્મનિરપેક્ષતાને નબળી પાડે છે. તેમણે બહુપત્નીત્વને નૈતિકતા અને પરંપરાગત મૂલ્યોની વિરુદ્ધ ગણાવ્યું હતું.દસ્તાવેજનો બચાવ કરતાં, મોસ્કોના મુફ્તી ઇલ્દાર અલયાઉતદીનોવે કહ્યું હતું કે ચાર લગ્નની મંજૂરી આપતો ફતવો બહુપત્નીત્વને કાયદેસર બનાવતો નથી કે દેશના બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતને નબળો પાડતો નથી. ઇલ્દરે કહ્યું હતું કે ફતવામાં માત્ર ઇસ્લામિક સિદ્ધાંતને સ્પષ્ટ કરવામાં આવ્યા હતા. તેને કાનૂની અધિકાર બનાવવાનો કોઈ પ્રયાસ નથી. ઉલ્લેખનીય છે કે મુસ્લિમ વસ્તી રશિયાના ચેચન્યા, દાગેસ્તાન, ઇંગુશેટિયા, તાતારસ્તાન અને બશ્કોર્તાેસ્તાનમાં રહે છે. ચેચન્યા એ સુન્ની મુસ્લિમ બહુમતી ધરાવતો પ્રદેશ છે અને તે સતત અસ્થિર રહ્યો છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.